શરમાળીયા દાદા અને નાગણેંચી માતાના મંદિરોએ દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી
બોળચોથના પર્વ સાથે જન્માષ્ટમી પર્વ શ્રૃંખલા નો આરંભ થયો છે ત્યારે આજરોજ દર વર્ષની પરંપરા મુજબ નાગ પંચમી ના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલ. ભાવનગર શહેર-જિલ્લા માં આવેલ પ્રખ્યાત સપૅ દેવનાં મંદિરોમાં કોરોનાની મહામારીને પગલે લોક મેળા સહિતના આયોજન નહીં યોજાય પરંતુ આસ્થાળુઓ દર્શન-પૂજન માટે ભીડ ચોક્કસ જમાવશે.
આદી-અનાદી કાળથી સાપ હિંન્દુ સંસ્કૃતિમાં એક દેવ તરીકે પૂજાય છે દેવ સાથોસાથ સાપની પિતૃઓ તરીકે પણ ગણના કરવામાં આવે છે પૌરાણિક કથાઓ-શાસ્ત્રોમાં સાપનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાપ ને સાક્ષાત વિષ્ણુ ભગવાન નો અંશ માનવામાં આવે છે અને સાત પાતાળ ના રાજા તરીકે ઓળખવામાં આવે છે સેંકડો શ્રધ્ધાળુઓની આસ્થા આ જીવ સાથે સંકળાયેલી છે ભગવાન શિવના કંઠનુ આભૂષણ અને પોતાના કાતિલ વિષ ના કારણે લોકો ભયભીત થતાં હોવા છતાં આસ્થા ધરાવતા લોકો ની સંખ્યા સૌથી વધુ છે દર વર્ષે શ્રાવણવદ પાંચમના દિવસને નાગપંચમીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્ર પંથકમાં સરમાળીયા દેવ(દાદા) ખેતરપાળ, ક્ષેત્રપાલ, વાસુકી, ખેતલીયાઆપા સહિતના નામે ઓળખાય છે તો દક્ષિણ ગુજરાત-ઉત્તર ગુજરાતમાં “ગોગા મહારાજ” તરીકે સપ પ્રચલિત છે અને લોકો આજે પણ આદરભાવ સાથે સાપની પૂજા-અર્ચના કરે છે ગુજરાતમાં અનેક સ્થળોએ સાપ દેવતાના મંદિરો આવેલા છે ભાવનગર શહેર જિલ્લામાં આજરોજ મહિલાઓ મંદિરોમાં તથા પોતપોતાના ગૃહે પાણીઆરે સાપનું ચિત્ર બનાવી કુલેર, શ્રીફળ,તલવટના નૈવેદ્ય ધરવા સાથે નાગલાની માળા ચડાવી સપૅદેવતા પાસે રક્ષાની કામનાઓ કરશે શહેરી વિસ્તારોમાં સાપની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ગામડાઓમાં આજે પણ અનેક પ્રકારના સાપ જોવા મળે છે હવે લોકો આવા સાપ નો વધ નથી કરતાં પરંતુ સંરક્ષણ અંગે ની કાળજી લેતાં થયા છે.