ગઢેચી વડલાથી દેસાઈનગર સુધી નિર્માણધીન ફ્લાયઓવર તેમજ દેસાઈનગરથી નારી ચોકડી સુધીના સિક્સલેન વિથ સર્વિસ રોડના નિર્માણની મંજૂરી ખર્ચની મંજૂરીથી લઈ આ કાર્ય ઝડપલેર સંપન્ન થાય તે માટે શરૂઆતથી જ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી જીણવટથી કાળજી લઇ રહ્યા છે કારણ કે ભાવનગર પ્રવેશદ્વારોમાં સૌથી વધારે ઘસારો ધરાવતો રોડ એ આ ગૌરવપથ નામ ધરાવતો રોડ છે. જ્યાં રોજના ૫૦ હજાર વાહનો તેમજ અસંખ્ય લોકો પસાર થાય છે તેમ જ જિલ્લાભરના રત્ન કલાકારો જે બોરતળાવ વિસ્તારમાં આવે છે તે આ વિસ્તારનો પીક ટ્રાફિક ધરાવતો વિસ્તાર છે પરિણામ સ્વરૂપ લોકોને હાલાકી પડતી હતી હાલાકી દૂર કરવા માટે લોકોને શહેરમાં પ્રવેશવા માટે તેમજ શહેરમાંથી જવા માટે સરળતા રહે તે માટે ૧૫૦ કરોડના ખર્ચે ક્લાય તેમજ સિક્સ લેન રોડની વ્યવસ્થા થઈ રહી છે ઘણી વખત લોકો માટે સુવિધા ઉભી કરવા માટે અસુવિધા ઉભી થતી હોય છે એ નિર્માણ કાર્યમાં પણ બનતું હતું સૌપ્રથમ નિર્માણધીન ફ્લાઈઓવર ની બન્ને બાજુ રેલવે પાસેથી જગ્યા મેળવી આપવામાં ત્યારબાદ આ રસ્તાને ખાડા ખડીયા તેમજ સ્ટિંગ (ધૂળ ઊડતી) બંધ કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર ગાંધીને સૂચના આપી તાત્કાલિક ડામર રોડ થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરાવેલ છે ટૂંક સમયમાં લાલટાંકીથી દેસાઈનગરના નાળા સુધી બંને સાઇડ પેવર રોડ બની જશે એ લોકોની હાલાકી દૂર થશે વળી આ ફલાયઓવરની વિશેષતા એ છે કે તે જમીનમાં ૮૦ ફુટ ઉંડા પાંચ ( ૫ ) ફૂટના ખાડા થાંભલા પર પાત્રીસ ( ૩૫ ) ફૂટ ના છ ( ૬ ) ફૂટ જાડા ઑટલા પર અઢી મીટર નો ગાડા ૭૮ મીટર પર બનાવવામાં આવશે વળી આ ફ્લાય ઓવર માં કપાય પ્રિકાસ્ટ નહિ વાપરતા સીધું આરસીસી કામ ઉપર જ કરવામાં આવશે.