વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નોની જનરલ મેનેજરને રજૂઆત

491

તા.૨૬-૮-૨૦૨૧નાં રોજ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કેસલ ભાવનગર નિરીક્ષણ હેતુ પધારેલ આ તકે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓને સ્પર્શતા નીચેનાં પ્રશ્નોની જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવેલી તા.૩-૧-૨૦૨૧નાં રોજ જીડીસીઈની પરીક્ષામાં થયેલી ગેરરીતીને કારણે તે રદ્દ કરવામાં આવેલી જેને પુનઃપારદર્શિતા સાથે તુરંત લેવામાં આવે, વેસ્ટર્ન રેલવેમાં હિંદી અનુવાદકની પડેલી ખાલી જગ્યાઓ પુરવા માટે જીડીસીઈની પરીક્ષા લેવામાં આવે, રેલવેનાં દરેક હેલ્થ યુનિટમાં એમ્બેલેન્સની સુવિધા કરવામાં આવે તેમજ હંગામી ડોકટરની જગ્યાએ કાયમી ડોકટરની નિમણુંક કરવામાં આવે, ભાવનગર પરા મુખ્ય હોસ્પિટલમાં દરેક રોગનાં નિષ્ણાંતની નિમણુંક કરવામાં આવે, ભાવનગર ડીવિજનમાં એકાઉન્ટ પર્સનલ તથા દરેક ગૃપમાં કારકૂનોની પડેલી ખાલી જગ્યાઓને કારણે સ્ટાફને થઈ રહેલી પારાવાર મુશ્કેલી દૂર કરવા માટે એકશન પ્લાન બનાવી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે, ટ્રેકમેન, પીપી તથા અન્ય કર્મચારીઓને ઈંટર રેલવે તથા ઈંટર ડીવિજનમાં ટ્રાન્સફર કરવામાં આવે, વેરાવળ, પોરબંદર, જેતલસર તથા બોટાદ ખાતે કમ્યુનીટી હોલ બનાવવાં પીઆરસીએલ સેશનમાં પીપાવાવ પોર્ટ સાથે થયેલ કરાર મુજબ કર્મચારીઓનો ઉપયોગ કરવો, ભાવનગર વર્કશોપ વેરાવળ પોરબંદર ગાંધીગ્રામ – બોટાદ સેકશન તેમજ ઢસા – જેતલસર સેશનમાં કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ બનાવવા તેમજ તેમની જાળવણી માટે ફંડ તથા દરેક યુનિટમાં આર્ટીજન સ્ટાફની પડેલી ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા રજૂઆત કરી હતી.

Previous articleનિર્માણધીન ફ્લાયઓવર આજુબાજુના બંને રોડ પેવરના બનતા લોકોને હાલાકી ઘટશે
Next articleઅસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી માટે ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો