સરળતાથી ઈન્કમટેક્સ રિટર્ન કરવા માટે પોર્ટલ લોન્ચ

556

પોર્ટલ પર પરેશાનીઓ યથાવત્‌ રહી તો ૩૦ સપ્ટેમ્બરની ડેડલાઈનને આગળ વધારવી પડી શકે છે
ન્યુ દિલ્હી, તા.૨૭
સરકારે ટેક્સપેયર્સ મા ITR દાખલ કરવા માટે ૩૦ સપ્ટેમ્બરની ડેડલાઈન રાખી છે. જો પોર્ટલ પર પરેશાનીઓ યથાવત્‌ રહી તો આ ડેડલાઈનને આગળ વધારવી પડી શકે છે.છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ITR ફાઈલ થઈ રહ્યા છે. જ્યારે બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું તો સરકારને શું જરૂર હતી કે નવું પોર્ટલ બનાવવામાં આવે? આ પોર્ટલ પર કેવા પ્રકારની પરેશાનીઓ આવી રહી છે. તેને દૂર કરવા માટે સરકાર અને ઈન્ફોસિસ શું કરી રહ્યા છે? તેની ટેક્સપેયર્સ પર શું અસર પડશે? આ તમામ અને તેની સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓને અમે આસાનીથી ગ્રાફિક્સમાં તમને સમજાવી રહ્યા છીએસરકારે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં લોકોને સરળતા આપવા માટે નવું પોર્ટલ લોન્ચ કર્યુ હતું, પરંતુ આ પોર્ટલે લોકોની પરેશાનીઓ વધારી દીધી છે. લોન્ચ થવાના અઢી મહિના પછી પણ પોર્ટલ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. લોકોને અલગ-અલગ પરેશાનીઓ આવી રહી છે. આ પોર્ટલના ઈન્ફોસિસે બનાવ્યું છે. આ વર્ષે ૭ જૂને આ પોર્ટલે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ નવા પોર્ટલ પર ટેક્સપેયર્સને અનેક પ્રકારની પરેશાનીઓ આવી રહી છે. સરકારે પણ પોતાના સ્તરે ઈન્ફોસિસને આ મુશ્કેલીઓ દૂર કરવામાં કહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને તો ૨૩ ઓગસ્ટે ઈન્ફોસિસના CEO અનેMD સલિલ પારેખની પણ તેડું મોકલ્યું હતું. સ્પષ્ટ શબ્દોમાં ઈન્ફોસિસને કહેવામાં આવ્યું છે કે નવા ઈનકમ ટેક્સ પોર્ટલમાં આવી રહેલી મુશ્કેલીઓને કોઈપણ હાલતમાં ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરો.

Previous articleઆતંકીઓને પકડી પકડીને મારીશું : રાષ્ટ્રપતિ જો બાઈડન
Next articleઆસામમાં ઉગ્રવાદીઓ દ્વારા ૭ ટ્રકમાં આગ લગાવાઈ : ૫ના મોત