આસામ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
આસામ, તા.૨૭
આસામના દીમા હસાઓ જિલ્લાના દિયુંગબરા નજીક શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા સાત ટ્રકને સળગાવી દેવામાં આવી હતી, જેમાં પાંચ ટ્રક-ડ્રાઈવર જીવતા સળગી ગયા હતા. અહેવાલ મુજબ, આગચંપી પહેલાં તેમણે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ દિયુંગબરા નજીક ઉમરંગસો લંકા રોડ પર સાત ટ્રકને સળગાવી દીધી હતી. આ ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. આસામ પોલીસને આ ઘટનાને અંજામ આપવા પાછળ DNLA ના ઉગ્રવાદીઓ પર આશંકા છે. દીમા હસાઓ જિલ્લાના દિયુંગબરામાં ગઈરાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ સાત ટ્રકને સળગાવી દીધી હતી, જેમાં પાંચ ટ્રક-ડ્રાઈવર જીવતા જ બળીને ભડથું થઈ ગયા હતા. પોલીસને આ ઘટનામાં અત્યારસુધીમાં પાંચ ડ્રાઈવરના મૃતદેહ મળ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના દિમા હસાઓ જિલ્લાના ઉમરંગસો લંકા રોડ પર બની હતી. આસામ પોલીસે કહ્યું હતું કે આ ભયાનક ઘટનાને અંજામ આપવાનું કામ DNLA ના ઉગ્રવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યું હોઇ શકે છે. જિલ્લાના એસપીએ કહ્યું હતું કે આ ઘટના બાદ આસામ રાઇફલ્સના વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. જિલ્લાના એસપીએ એમ પણ કહ્યું હતું કે અમે બદમાશોને પકડવા માટે આસામ રાઇફલ્સની મદદ લઇ રહ્યા છીએ અને આ સમગ્ર વિસ્તારમાં વ્યાપક શોધખોળ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસને આશા છે કે બહુ જલદી આરોપીઓ પકડાઈ જશે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.