સોનગઢ પો.સ્ટે.ખાતે બનાવાયેલ મિયાવાકી વન, પ્રવેશદ્વારનું લોકાર્પણ

561

રાજયમાં પર્યાવણને હરિયાળું બનાવવા માટે હવે રાજ્યનો પોલીસ વિભાગ પણ આગળ આવ્યો છે . જિલ્લાનું પ્રથમ એક નયનરમ્ય સ્મૃતિવન સિહોરના સોનગઢ પોલીસ મથકમાં ઉભું કરવામાં આવ્યું છે, આજથી એક વર્ષ પૂર્વે સોનગઢ પોલિસ મથક ખાતે મિયાવાકી વન બનાવવાનો રેન્જ આઈજી અશોકકુમાર યાદવના સંકલ્પને સાકાર કરવા એસ.પી જયપાલસિંહ રાઠોર તથા ડીવાયએસપી જાડેજા,તથા સોનગઢ પીએસઆઇ વાઘેલાની અથાક મહેનત અને પ્રકૃતિ પ્રેમ ના અદભુત નજારો આપવા દાતાઓ ગોટી પરિવારને પણ પ્રકૃતિ પ્રત્યે અતૂટ પ્રેમ હોય પિતાની સ્મૃતિમાં આ સ્મૃતિવનમાં સહયોગ આપી કુદરતના ખોળે અમૂલ્ય વૃક્ષો અંદાજીત સાત હજાર જેટલા ઉછેરી વન બનાવવામાં આવ્યું આ વનને હરિયાળું બનાવવા સોનગઢ પીએસઆઇ વાઘેલા દ્વારા વહેલા ઉઠી જળ સિંચનથી લઈ તમામ માવજત રાખી આજે આ વૃક્ષો બની ગયા છે તૌઉતે વાવાઝોડા માં પણ આ વૃક્ષો અડીખમ રહ્યા હતા. જસમતભાઈ.એલ.ગોટી ગોટી ઈપૈકસ ના સૌજન્યથી અને સોનગઢ પોલીસની સતત મહેનત આજ હરિયાળ રંગ લાવી છે. આજે સેવા સ્મૃતિવનનો લોકાર્પણ કાર્યક્રમનું આયોજન સોનગઢ ખાતે કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ.આઈ.જી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયપાલસિહ રાઠોડ, પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક જાડેજા, સિહોર પીઆઇ કે.ડી.ગોહીલ,સહિતના પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સોનગઢ રત્નાશ્રમના બાળકો દ્વારા આઈજી અશોકકુમારનું બેન્ડ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. મિયાવકી ફોરેસ્ટ જાપાનની ટેક્નિકથી ખૂબ મહેનત કરીને એક નાના એવા વિસ્તારમાં જુદી જુદી દુર્લભ જાતિના વૃક્ષનું વાવેતર અહીં કરવામાં આવ્યું છે. રાજયમાં સોનગઢ પોલીસ મથક એ ત્રીજું પોલીસ મથક છે જ્યાં જાપાની ટેક્નિકથી વન ઉભું કરવામાં આવ્યું છે.

Previous articleપાલીતાણાના રણછોડભાઈ મારુંને લાગ્યો છે “ઝવેરચંદ મેઘાણીનો રંગ”
Next articleગેરકાયદેસર બે દેશી જામગરી સાથે એક ઇસમને ઝડપી લેતી પોલીસ