પંતને કિપિંગ ગ્લોવ્ઝ પરની ટેપ હટાવવા કહેવાતાં વિવાદ

519

લીડ્‌સ, તા.૨૮
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખરેખર, લીડ્‌ઝમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંતના વિકેટકીપિંગ ગ્લોવ્સને લઈને હંગામો થયો હતો. ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઋષભ પંતને તેના વિકેટકીપિંગ ગ્લોવ્સ પરની ટેપ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.
લીડ્‌સ ટેસ્ટ દરમિયાન મેચ અધિકારીઓ એલેક્સ વ્હાર્ફ અને રિચર્ડ કેટલબોરોએ ઋષભ પંતથી કહ્યું કે, તે તેના વિકેટકીપિંગ ગ્લોવ્સ પર લાગેલી ટેપને હટાવે. દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી પણ ઘણો સમય મેદાનમાં એમ્પાયર સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.ત્રીજા સેશનના પહેલા બોલ ફેંકવા પર પહેલા મેદાનના એમ્પાયરોએ ઋષભ પંતને તેના ગ્લોવ્સ પર લાગેલી ટેપ હટાવવા કહ્યું કેમ કે, આ ટેપે ચોથી અને પાંચમી આંગળીને જોડી રાખી હતી. ક્રિકેટના નિયમ ૨૭.૨.૧ અનુસાર ટેપ માત્ર તર્જની અને અંગૂઠાની વચ્ચે લગાવી શકાય છે. નિયમોના અનુસાર ગ્લોવ્સ પર તર્જની (અંગૂઠાની બાજુની આંગળી) અને અંગૂઠાને જોડોવા ઉપરાંત અન્ય કોઈ આંગળીને બાંધી શકાય નહીં. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને આ મામલે કહ્યું, આંગળીઓને ટેપથી જોડવાને લઇને ઘણા નિયમ છે, પરંતુ અમે ત્રીજા અમ્પાયર રિચર્ડ ઇનલિંગવર્થ પાસેથી સાંભળી રહ્યા છીએ કે પંતને મંજૂરી નહોતી. તે તેના મોજાને આ રીતે બાંધી શકતો નથી. મજાની વાત તો એ રહી કે ટી-બ્રેકથી પહેલા છેલ્લા બોલ પર ડેવિડ મલાન છેલ્લા બોલ પર વિકેટ પાછળ કેચ પકડ્યા બાદ એમ્પાયરોએ ઋષભ પંતના મોજામાંથી ટેપ કઢાવી નાખી હતી.
તે સમયે કોમેન્ટેટર નાસિર હુસેન અને ડિવડ લોયડે દર્શકોનો ભ્રમ સ્પષ્ટ કર્યો.

Previous articleરકુલ પ્રિત સિંહે આયુષ્માન ખુરાના સાથે શૂટિંગ શરૂ કર્યું
Next articleRBI ટ્રાયલ તરીકે ડિસે.માં ડિજિટલ કરન્સી લાવશે