ગુજરાતમાં મજબૂત સુરક્ષાના દાવા વચ્ચે અંબાજી જતી બસ પર મધરાતે પત્થરમારો કરીને લૂંટફાટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જો કે આ પત્થરમારામાં એક પત્થર ડ્રાઈવરને વાગતા, તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પરિણામે લક્ઝરી બસ રોડ પાસેના ખાડામાં ખાબકી હતી. જેને પગલે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.