હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા સમગ્ર દેશમાં તા.૨૯-૦૮-૨૧, રવિવાર ના રોજ પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮, પ્રભુદાસ તળાવ ની શાળામાં વૃક્ષો ને કુમકુમ તિલક કરી પુજા કરવામાં આવી અને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ બનવા સંકલ્પ લેવામાં આવ્યો.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટ ના માર્ગદર્શન નીચે જહેમત ઉઠાવી હતી.