કૈલાસ ટેકરી આશ્રમ સગાપરા ખાતે જન્માષ્ટમી પર્વ પ્રસંગે મંત્રોચ્ચાર સાથે પીપળા રોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. આશ્રમના મહંત શ્રી લાલગીરીબાપુના આશીર્વાદ મંત્રોચ્ચાર સાથે શ્રી નાનુભાઈ ડાખરાનાં સંકલ્પ સંકલન સાથે કાર્યકર્તાઓના હસ્તે પીપળા રોપવાનું કાર્ય થયું છે. ઉલ્લેખનીય છે કે અહીં આશ્રમ પરિસરમાં રહેલા અસંખ્ય વૃક્ષોને ટપક સિંચાઈ પદ્ધતિ મુજબ પાણી આપવાની સેવકો કાર્યકર્તાઓ દ્વારા વ્યવસ્થા થયેલી છે.