રાજ્યભરમાં ગરમીના પ્રકોપને લઈ જનજીવન ખોરવાઈ ગયું છે. અસહ્ય ગરમીને લઈ વડોદરામાં સાત લોકો બેહોશ થઈ ઢળી પડયા હતા.અમદાવાદમાં કાળઝાળ ૪૦.૨ ડિગ્રી ગરમી નોંધાઈ હતી તો રાજ્યના ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. સુરેન્દ્રનગર ૪૨.૮ ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું. હજુ સપ્તાહ સુધી ગરમીથી છૂટકારો મળે તેવા કોણ અણસાર નથી.
આકાશમાંથી અગન જ્વાળા સમાન કાળઝાળ ગરમી વરસતા શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. શહેરમાં આકરી ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સોમવારે બપોર બાદ પડેલી ગરમીને લીધે શહેરમાં કુલ ૨૫ લોકો બેભાન થઇ ગયા હતા. જ્યારે ૧૮ લોકો ચક્કરને કારણે રસ્તામાં પડી ગયા હતા. ઇમરજન્સી ૧૦૮ સેવાને શહેરમાંથી એક જ દિવસમાં ૧૧૭ ફોન આવ્યા હતા જેમા ૩૧ લોકોને પેટના દુઃખાવાની ફરિયાદ, ૧૦ લોકોને છાતીમા દુઃખાવાની ફરિયાદ મળી હતી. સન સ્ટ્રોકને કારણે વડોદરામાં સાત નાગરિકો બેહાશ થઈને જમીન પર ઢળી પડતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવાનો વારો આવ્યો હતો. હજૂ ૩૦મી એપ્રિલ સુધી આ જ રીતે આકરી ગરમી રહેશે તેવી સંભાવના છે.કાળઝાળ ગરમીને કારણે જનજીવન ખોરવાયુ હતું અને તેની અસર વેપાર-ધંધા પર જોવા મળી હતી. ૧લી મેથી તાપમાન ઘટશે અને થોડીક રાહત અનુભવાશે. આગામી ૩ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.