ભાવનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર દાદા બન્યા બર્ફીલા બાબા અમરનાથ

145

૫૦ વર્ષ પહેલા સંત બજરંગદાસ બાપાના હસ્તે શિવલિંગની સ્થાપના કરાઈદર વર્ષના શ્રાવણના ચોથા સોમવારે ભગવાનેશ્વર દાદાને બર્ફીલા બાબા બનાવાય છે
ભાવનગરમાં સુભાષનગર ખાતે આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોથી શ્રાવણના ચોથા સોમવાર અમરનાથ દાદા બનાવવામાં આવે છે, ખાસ કરી ને શારીરિક રીતે અમરનાથ સુધી નહીં પહોંચી શકનાર વૃદ્ધો માટે ખાસ અમરનાથનું દર શ્રાવણ માસમાં પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવે છે, અમરનાથ બાબના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી હતી.ભગવાનેશ્વર મહાદેવ મંદિરના પૂજારીભાઈઓ ગીરીબાપુ અને પીન્ટુબાપુ દ્વારા ૬થી ૭ કલાકની મહેનત બાદ બાબા અમરનાથ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે.

દરવર્ષે પવિત્ર શ્રાવણના માસના ચોથા સોમવારના રોજ દાદાને અમરનાથ ની ઝાંખી કરાવતા દર્શનનો લાભ ભાવિક ભક્તો લે છે.ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં શિવાલય આવેલું છે. જે શિવ વિહાર ટ્રસ્ટની સ્થાપના સ્વ.ભગવતસિંહજી રાણાએ કરી હતી, જ્યાં ત્રણ મંદિરો આવેલા છે જેમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના ૧૯૭૧માં સંત બજરંગદાસ બાપાના વરદ હસ્તે કરવામાં આવી હતી. ૧૯૮૩માં અંબાજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૯૪ની સાલમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના ૪ વર્ષ અગાઉ થી એટલે કે ૧૯૯૧ની સાલથી ભગવાનેશ્વર મંદિરેથી રથયાત્રા નીકળે છે.શિવ વિહાર ટ્રસ્ટના ટ્રસ્ટી હરપાલસિંહ રાણાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં ભાવિકો માટે દરરોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે ૧૯૮૮ની સાલથી શ્રાવણ માસના ચોથા સોમવારે બાબા અમરનાથની પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવે છે.
ખાસ તો વૃદ્ધા કે અશક્ત લોકો જેઓ અમરનાથ નથી જઈ શકતા તેવા લોકો માટે આયોજન કરવામાં આવે છે અને વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંકુલ પણ ચલાવે છે સાથો સાથ મોક્ષ ધામની પ્રવૃત્તિ અર્થેનું સંકુલ પણ ચલાવે છે આમ સેવાકીય પ્રવૃત્તિ કરતું આ ટ્રસ્ટ છે.

Previous articleજન્માષ્ટમી પર્વે કૈલાસ ટેકરી સગાપરા ખાતે પીપળા રોપણ થયું
Next articleઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના માજી સરપંચ મનુભા ગોહિલ દ્વારા જીવદયા માટે એક અનોખી સેવાકીય પહેલ