વધુ જમીન ધરાવતા ખેડૂત પુત્રોને ૨ વિધા જમીનમાં જુવાર વાવી દાન આપવા અપીલ કરી : માજી સરપંચ દ્વારા અંદાજે ૫ લાખની જુવાર પશુ માટે દાનમાં આપવામા આવી
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના ખાતે રહેતા માજી સરપંચ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં માજી સરપંચ દ્વારા તેના ૧૦ વિધા ખેતરમાં વાવેલ જુવાર જીવદયા માટે અર્પણ કરવામાં આવી છે. ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના ખાતે રહેતા મનુભા અજીતસિંહ ગોહિલ એ ૫ વર્ષ પહેલાં ગામના સરપંચ રહી ચૂક્યા છે અને હાલ તે ગામના સરપંચ તરીકે મનુભા ના ધર્મપત્ની હર્ષાબા મનુભા ગોહિલ ગામ ના સરપંચ ની જવાબદારી નિભાવે છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં તેમનો પૂરો સહકાર રહ્યો છે.ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના માજી સરપંચ દ્વારા જણાવ્યું હતું કે હું જ્યારે પણ પશુઓને લોકો મારતા જોય ને મને થયું કે આ મૂંગા પશુઓ ને લોકો ખાવાને બદલે મારે છે ત્યારે મને થયું કે જો હું જ મારા ૧૦ વિધા ખેતરમાં જુવાર વાવી દવ અને આ તમામ જુવાર પશુઓ માટે જ વાવી હતી, અને એમાંય ખાસ વાત તો એ છે કે આજુબાજુ ચાર થી પાંચ ખેડૂતો એ પણ મારી સાથે વાવી હતી પણ વરસાદ ખેંચતા તમામ નો પાક બળી ગયો હતો પણ મારા ૧૦ વિધા જમની માં માથા સમાં જુવાર ઊગી હતી તે જોઈને મને ચમત્કાર સિવાય બીજું કંઈજ નથી લાગતું, જયારે મેં આ જુવાર વાવી ત્યારે જ મેં સંપૂર્ણ જુવાર ગાયો માટે આપવાનો નિર્ણય મારા અંતરાત્માથી આવ્યો હતો અને મેં કાઈ પણ વિચાર કર્યા વગર એક-દોઠ મહિના પહેલા જુવાર વાવી હતી અને વગર વરસાદે આ જુવાર થઈ જે હું ભગવાન નો ચમત્કાર જ માનું છું અને જે તમામ જુવાર હું આજુબાજુ ના ગામો માં આવેલ પાંજરાપોળ, સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય તેને, તમામ ને આ વિનામૂલ્યે આપી દઈશ.વધુમાં જણાવ્યું હતું કે આ ૧૦ વિધા જમીનમાં જો બજાર કિંમત પ્રમાણે આ જુવાર અંદાજે ૫ લાખ રૂપિયા ની થાય છે, મને ઘણા લોકો એ આવી ને કીધું કે તમે આ જુવાર અડધો ભાગ અમને આપી ધ્યો પણ તમારો ખર્ચો નીકળી જશે પણ મેં ચોખી ના પાડી કે નહીં મારી જેટલી જુવાર થઈ છે તે તમામ પશુઓના ચાર માટે જ જશે મારે એકપણ રૂપિયા ની નથી વેચાણ કરવું, અને જે મોટા ખેડૂતોઓ છે તેને હું અપીલ પણ કરું છું કે તમારા ખેતરના ૨ વિધા જમીન માં જુવાર વાવો તો પશુઓને ચારા માટે ભટકવું ન પડે. વરસાદ વગરના આ વર્ષમાં આ રીતે ગાયો માટે સેવાનું પુણ્ય કાર્ય એ સરાહનીય કાર્ય છે,આ વરસાદ વગરના વર્ષ માં આ રીતે ગાયો માટે અને ગૌશાળામાં દાન આપવું એ અનેક ખેડૂત પુત્રો ને પ્રોત્સાહન પૂરું પાડશે તેઓનો ઉદેશ છે કે મારું જોઈ કોઈ એક ખેડૂત પણ આ કાર્ય કરશે તો મને ખુભ ગમશે અને મારો પ્રયત્ન સફળ રહ્યો તેમ લાગશે..