અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ફરાહ ખાન સાથે ઠુમકાં લગાવ્યા

139

મુંબઈ,તા.૩૧
ફરાહ ખાન કુંદરે સુપર ડાન્સર ૪ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી, ઋત્વિક ધનજાની, ગીતા કપૂર અને પારિતોષ ત્રિપાઠી મસ્તી કરી રહ્યા છે. વીડિયોની શરુઆતમાં શિલ્પા શેટ્ટી, ફરાહ ખાન, ઋત્વિક ધનજાની અને ગીતા કપૂર એક જ સ્ટેજ પર અંગ્રેજી ગીત પર ડાન્સ કરતાં જોવામાં આવી રહ્યા છે. ત્યારપછી વીડિયોમાં પરિતોષની એન્ટ્રી થાય છે અને તે આ લોકોની આગળ આવીને ડાન્સ કરવા લાગે છે. ત્યારપછી ફરાહ મસ્તીના અંદાજમાં તેને ધક્કા મારીને બહાર કરે છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ફરાહ ખાને લખ્યું કે, ફ્રેન્ડ્‌સ રિયુનિયન. સાથે જ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. ફરાહ ખાનનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અને ખાસકરીને બોલિવૂડના તેમના મિત્રો કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમે લોકો સાથે ખૂબ સારા લાગો છે. લોકોએ તેમના ડાન્સના પણ વખાણ કર્યા. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે સુપર ડાન્સરના આગામી એપિસોડમાં ફરાહ ખાન મહેમાન તરીકે શૉ પર આવશે. અને તે એપિસોડના શૂટ માટે જ ફરાહ ખાન સેટ પર પહોંચી હશે. ઉલ્લેખનીય છે કે પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયા પછી શિલ્પા શેટ્ટીએ બ્રેક લીધો હતો. સળંગ ત્રણ અઠવાડિયા સુધી તે શૉ પર હાજર નહોતી રહી. તેના સ્થાને શૉ પર સેલિબ્રિટ જજ આવતા હતા, પરંતુ મેકર્સે શિલ્પાને રિપ્લેસ નહોતી કરી. શિલ્પાએ આ મહિનાની શરુઆતમાં સુપર ડાન્સર ૪માં જજ તરીકે કમબેક કર્યું છે. શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેના પર અશ્લીલ વીડિયો બનાવવા અને એપના માધ્યમથી પ્રસારિત કરવાનો આરોપ છે.
પતિની ધરપકડ પછી શિલ્પાએ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતું જેમાં તેણે તમામ લોકોને વિનંતી કરી હતી તે તેમના બે બાળકો વિયાન અને સમીશાને કારણે પરિવારની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે. શિલ્પાએ કહ્યુ હતું કે આ સમય પરિવારના તમામ લોકો માટે પડકારજનક છે. તેણે લખ્યુ હતું કે- મેં અત્યાર સુધી દેશના તમામ કાયદાનું પાલન કર્યું છે. હું એક ભારતીય નાગરિક છું. પાછલા ૨૯ વર્ષથી આ ફીલ્ડ સાથે જોડાયેલી છું.

Previous articleભાવનગર જિલ્લામાં રાત્રી સેશન રાખીને પણ રસીકરણની કામગીરી વેગવાન
Next articleનિષાદ કુમારે ટોક્યો પેરાઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર, ભારતને અપાવ્યો બીજો મેડલ