રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આદસંગ ચોકડી પાસે સામ સામા બે મોટર સાઈકલો ધડાકાભેર અથડાતા એકનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. જયારે એક ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો.
સાવરકુંડલા તાલુકાના આદસંગ ચોકડી રાજુલાથી સાવરકુંડલા રોડ પર ધડાકાભેર સામ સામા બે મોટર સાઈકલો ભટકાતા એક વ્યકિતનું સ્થળ પર જ મોત એક ગંભીર હાલતે હોસ્પિટલે પુત્રની સામે જ પીતાનું કામકમાટી ભર્યુ મોત જયારે સામેના બાઈક સવારને માથાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થતા તેને સા.કુંડલાના વિર વચ્છરાજ દાદાની એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર રીફર કરાયા જાણવા મળતી વધુ વિગતો મુજબ કાલે સવારે આદસંગ ગામના જીવરાજભાઈ જાદવ (ઉ.વ.પ૦) અને તેનો પુત્ર હાર્દિક (ઉ.વ.૧૯) પોતાના બાઈક પર બહારગામ જઈ રહ્યા હોય ત્યારે સામેથી આવતા મોટર સાઈકલ સવાર હેમભાઈ પુનાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩)રે ખુટવડાવાળા સામ સામે ધડાકાભેર અથડાતા જીવરાજભાઈ જાદવનું ઘટના સ્થળે પુત્રની સામે જ પિતાનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. જયારે તેના પુત્ર હાર્દિકને સામાન્ય ઈજાઓ થઈ હતી. જયારે સામેથી હેમુભાઈ ગોહિલને માથાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ થતા તેને ત્રણેયને ખાંભા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા વીર વચ્છરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા સહિતની ટીમ દવાખાને પહોંચી તેને મદદરૂપ થવા તેમની સંસ્થાની એમ્બ્યુલન્સમાં ગંભીર હાલતે ઈજાગ્રસ્તને ભાવનગર ખાતે પહોંચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.