રાણપુર તાલુકાના ગુંદા ગામે પતિએ પત્ની અને ભાભીની છરીના ઘા મારી હત્યા કરી

142

પત્ની અને ભાભીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો,જીલ્લા પોલીસ વડા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે મંગળવારે સવારના સમયે પતિએ પત્ની અને ભાભીની છરીના ઘા મારી હત્યા કરી નાશી છુટતા નાના એવા ગુંદા ગામમાં હાહાકાર મચી ગયો હતો.આ ઘટના અંગે મળતી માહીતી અનુસાર રાણપુર તાલુકાના ગુંદા ગામે તારીખ-૩૧-૮-૨૦૨૧ ને મંગળવારે સવારે ૧૧ કલાકે ભીખુભાઈ સુરસંગભાઈ ડોડીયા અને તેમના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ડોડીયા ઉ.વર્ષ.૫૧ ઘરે એકલા હતા અને આ દરમ્યાન ભીખુભાઈ ના ભાભી ધીરજબેન કપડા ધોવા માટે તેમના ઘરે આવ્યા હતા.પરીવારના બીજા સભ્યો વાડીએ ગયા હતા આ દરમ્યાન કોઈ અગમ્ય કારણસર ભીખુભાઈ અને તેમના પત્ની વચ્ચે બોલાચાલી થતા ધીરજબેન વચ્ચે પડતા ભીખુભાઈ ડોડીયાએ છરી વડે હુમલો કરતા તેમના પત્ની હર્ષાબેન ડોડીયા ઉ.વર્ષ.૫૧ અને તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયા ઉ.વર્ષ.૫૫ બન્ને ને છરીના આડેધડ ઘા મારી બન્નેની હત્યા નીપજાવી ભીખુભાઈ ડોડીયા ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની જાણ થતા બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા,ડી.વાય.એસ.પી.રાજદિપસિંહ નકુમ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બન્નેના મૃતદેહ ને પી.એમ.માટે રાણપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.આ હત્યા સમયે ઘરે માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યુ છે.સાચુ કારણ હત્યારો ઝડપાય ત્યારે જ જાણી શકાશે.આમ નાના એવા ગુંદા ગામમાં ડબલ મડર ના બનાવથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.મૃતક પત્ની હર્ષાબેન ભીખુભાઈ ને ૩ સંતાન છે.મૃતક હર્ષાબેન અને ભીખુભાઈના દાંપત્યજીવન માં ૩ સંતાનો છે જેમાં ૨ દિકરા અને ૧ દિકરી છે.જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયા નિઃસંતાન છે તેવુ જાણવા મળેલ છે.જ્યારે આ ઘટનાની વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ-જી.ડી.કાલીયા ચલાવી રહ્યા છે.
બે દિકરા એક દિકરી સહીત ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
મૃતક હર્ષાબેન ભીખુભાઈ ડોડીયાને બે દિકરા અને એક દિકરી સહીત ત્રણ સંતાનો હતા.જ્યારે ધીરજબેન રણજિતભાઈ ડોડીયાને કોઈ સંતાન નહોતુ.મહિલાના મૃત્યુથી ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોકનું મોજુ ફળી વળ્યુ છે…

Previous articleપાણી ભરાયેલા વિસ્તારોમાં પોરાભક્ષક માછલી મૂકીને મચ્છર અટકાયતી પગલાં લેતું ભાવનગર આરોગ્ય તંત્ર
Next articleસિહોર GIDCમાં આવેલ ઓઈલ મીલમાં આગ, બે કલાકે આગ પર કાબૂ મેળવાયો