મહાહિમાલયના પ્રારંભિક તબકકાના પર્વતીય પ્રદેશના અતિ રમણીય ડોલ આશ્રમમાં રામકથાના ચોથા દિવસે આશ્રમના સંસ્થાપક કલ્યાણ બાબાજીમાં સેવા યજ્ઞમાં ગુજરાતના સંતરામ મંદિરના અનન્ય સેવક ઈન્દુભાઈ ઈફકોવાળાએ અહીં નિર્મિત થનાર આરોગ્ય કેન્દ્ર માટે રૂા. એક કરોડના દાનની જાહેરાત કરી. પૂ. મોરારિબાપુએ આ દાનને આવકારતા કહ્યું, સાર્થક અને પરમાર્થમાં પરિણીત હોય તે જ ખરૂ ધન.
કથા પ્રવચનની ધારાને પ્રવાહિત કરતા તેમના શબ્દો હતાં. રામકથા વૈશ્વિક સંકિર્તન છે. અધ્યાત્મને અભ્યાસ સાથે સંબંધ નથી. ગુજરાતના ગંગા સતી કે કબીરનો શું અભ્યાસ..!! તેના ચિંતનનો આજે પણ કોઈ પુરો અભ્યાસ કરી શકયા નથી. શાસ્ત્ર પરંપરા પ્રવાહી રૂપમાં અક્ષુણ્ય રહેવી જોઈએ. વેદશાસ્ત્ર વિશુધ્ધકૃત છે. સત્ય, પ્રેમ અને કરૂણા જ સારો અને શ્રેષ્ઠ ધર્મ છે. અહિંસા તથા પરહિત પરમધર્મ છે. જેની પાસે બ્રહ્મ વિદ્યા છે તે નિર્ધન ન હોય. બ્રાહ્મણો બ્રહ્મદર્શી છે. કોઈ પ્રતિજ્ઞા પણ સુક્ષ્મ અહંકાર ઉત્પન કરે છે. મુનિ એકાંતમાં નિરસ હોય જયારે ઋષિ રસિકતાથી ભરપુર હોય વિશુધ્ધ બુધ્ધિ શ્રીથી મળે છે. નિર્મણ મન, મતિ શ્રી આપે છે. શ્રી મીતભાષી, પ્રસન્ન, કુશળ, સંયમી ઉદાર અને કોધ રહીત હોય છે. ગુરૂ વ્યકિત નથી વ્યકિતત્વ છે. સાત પ્રકારના શ્રી યંત્રનું સોપાન રામચરિત માનસ છે. શ્રી પતિ પારયણ નથી પરિવાર પરાયણ છે. માર્કન્ડ પુરાણમાં સ્ત્રીઓ માટે ચાર પ્રકારનો નિશેષ જાહેર કર્યો છે. જયોતિષ શાસ્ત્રમાં સંદર્ભો અન્યોનું મેળવી લેવામાં શાંતિ નથી તે સુચવે છે. જે માણસ ઘેલો થાપ તે કંઈક મેળવે. તેનો શેર ટાંકતા કહ્યું.
ઈન બિગડે દિમાગો મે ભરે અમૃત કે લચ્છે હૈ
હમે પાગલ હી રહેને દો હમ પાગલ હી ઈચ્છે હૈ
કથા વિશેષ
આજની કથામાં આર.એસ.એસ.ના કૃષ્ણ ગોપાલદાસ, પુર્વ ધારાસભ્ય મનોજ તીવારી, સંત આત્મરામજી મહારાજ હાજર રહ્યા હતાં.
પુ. મોરારિબાપુએ ભુ. વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈની સાદગી અને ગાંધી જીવનશૈલી બિરદાવી હતી.
પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજીના દ્રષ્ટાંતથી કહ્યું કે ગૃહસ્થોના ધનમાં સંતો અને સાધુ પુરૂષોનો હિસ્સો હોય છે તેમ સમજવું.
માનસ શ્રી સુકતમ કથા અહીં કરવાની પૂ. બાપુએ મહેચ્છા વ્યકત કરી.
– તખુભાઈ સાંડસુર