જેમાં મહુવામાં ચાર, ઘોઘામાં અઢી અને ગારીયાધારમાં બે ઇંચ, તળાજા બે ઇંચ વરસાદ નોંધાયો
ભાવનગર શહેર અને જિલ્લામાં મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, ઘોઘામાં અઠ્ઠી ઇંચ, મહુવામાં ત્રણ ઇંચ, ગારીયાધાર અને તળાજા બે ઇંચ, પાલીતાણા, વલ્લભીપુર, સિહોર અને જેસરમાં એક-એક ઇંચ, ઉમરાળા માં દોઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં મોડીરાત્રીના શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં એક થી ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.મોડીરાત્રે વીજળી ના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, અને આખી રાત્ર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે લોકો ને આંશિક રાહત મળી હતી ઘણાં લાંબા સમય બાદ વરસાદ વરસતા હાશકારો થયો હતો, એક વાગ્યે શરૂ થયેલ વરસાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો અને સરેરાંશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.ભાવનગર સહિત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ઘોઘામાં – ૬૬ મિમી, મહુવામાં – ૩૮ મિમી, ગારીયાધારમાં – ૪૫, જેસરમાં – ૨૩ મિમી, પાલીતાણામાં – ૨૩ મિમી, ભાવનગરમાં – ૩૧ મિમી, ઉમરાળામાં – ૩૨ મિમી, વલ્લભીપુરમાં – ૩૨ મિમી તળાજા – ૪૧ મિમી, સિહોર – ૧૭ મિમી પંથકમાં વરસાદ વરસ્યો હતો, ભાવનગર જિલ્લામાં સવારે ૬ થી ૧૦ કલાકમાં ઘોઘામાં – ૦૦ મિમી, મહુવામાં – ૪૨ મિમી, ગારીયાધારમાં – ૮, જેસરમાં – ૦૦ મિમી, પાલીતાણામાં – ૦૦ મિમી, ભાવનગરમાં – ૮ મિમી, ઉમરાળામાં – ૬ મિમી, વલ્લભીપુરમાં – ૫ મિમી તળાજા – ૫ મિમી, સિહોર – ૭ મિમી વરસાદ વરસી ગયો હતો.ભાવનગર જિલ્લાના ધરતીપુત્ર માટે આ વરસાદ વાવણી કરાયેલી મોલાત માટે વરદાન સમાન છે કારણકે પાકની જરૂરિયાત મુજબ જ વરસાદ વરસતો હોવાનાં કારણે મોલાત વૃદ્ધિ ખૂબ સારી રીતે થાય છે રાજ્ય ના હવામાન વિભાગે આગામી બે સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં ની આગાહી કરી છે.