ભારત દેશ ને કોરોના માંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરાઈ
પાલીતાણા શહેર માં છેલ્લા ૨૫ વર્ષ થી માધવ મેદાન ખાતે નટખટ ગુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ નિયમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ તેમજ મટકી ફોડ નો કાર્યક્રમ યોજાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના ની મહા મારી વચ્ચે નટખટ ગુપ દ્વારા આ વર્ષે ભારત દેશ અને વિશ્વને કોરાના માંથી મુક્તિ મળે તેવા હેતુ થી આ વર્ષે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ હતી કથા દરમિયાન ભગવાન ને પ્રાથના કરવામાં આવી હતી કે ભારતદેશ કોરોના મુક્ત થાય ત્યાર બાદ રાસ ગરબા નો કાર્યકમ સોસાયટી ના બહેનો માટે રાખવામાં આવ્યો હતો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ ઉત્સવ માનવામાં આવ્યો હતો ત્યાર બાદ વરસો ની પરંપરાગત મટકી ફોડ કાર્યકમ યોજ્યો હતો આ કાર્યકમ નુ આયોજન રામભાઈ રાઠોડ ચેતનભાઈ બારડ આશીષ ડેર તેમજ મનીષભાઈ ચૌહાણ તેમજ નટખટ ગુપ દ્વારા કરવામાં આવ્યું હતું…