આજરોજ વાઢેળા ગામે સરપંચના હસ્તે ક્ષયરોગીઓને પ્રોટીનયુક્ત ખોરાકનું વિતરણ કરવામાં આવ્યું. ગામના સરપંચ રજનીબા દીગુભા ચુડાસમાના હસ્તે દાન આપવામાં આવ્યુ. જી.ક્ષ.અ. ડો. વિજય પ્રજાપતિના માર્ગદર્શન તેમજ બરવાળા એસ.ટી.એસ. સંજય રામદેવ દ્વારા આ ભવ્ય આયોજન થયું. કોમ્યુનિટી મિટીંગ થઈ અને એસ.આઈ. વિપુલ દરજી દ્વારા આ કાર્યક્રમ સફળ થયો.