સેન્સેક્સમાં ૨૧૪ અને નિફ્ટીમાં ૫૬ પોઈન્ટનો કડાકો
મુંબઈ, તા.૧
જીડીપીના મજબૂત આંકડા અને વિદેશી ફંડોની ઝડપી આવકના લીધે મુખ્ય શેર સુચકાંક સેન્સેક્સ બુધવારે શરુઆતના કારોબારમાં વધીને ૫૭,૯૧૮.૭૧ના ઓલટાઈમ હાઈ પર પહોંચ્યી ગયો પરંતુ બજાર બંધ થતાં-થતાં તેણે રોનક ગુમાવી દીધી. સેન્સેક્સ ૨૧૪.૧૮ પોઈન્ટ ગબજીને ૫૭,૩૩૮.૨૧ પોઈન્ટ પર બંધ થયો. એજ સ્થિતિ નિફ્ટી ૫૦ની રહી. એનએસઈ નિફ્ટી પણ ૧૭૨૨૫ના તેના સર્વકાલિન ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો પણ સાંજના કારોબાર બંધ થવા પર ૫૫.૯૫ પોઈન્ટ નીચે ૧૭,૦૭૬.૨૫ પોઈન્ટ પર બંધ થયો.સવારના કારોબાર દરમિયાન સેન્સેક્સમાં સૌથી વધુ ચાર ટકાનો વધારો એક્સિસ બેન્કમાં થયો હતો. પછીથી આ રેલી પટકાઈને ૧.૫ ટકાની પાસે આવી ગઈ. એશિયન પેઈન્ટ્સ અને નેસ્લે ઈન્ડિયા સૌથી વધુ વધારા પર રહ્યા. આ ઉપરાંત એલએન્ડટી, બજાજ ઓટો અને ઈન્ડસઈન્ડ બેન્ક પણ વધારો નોંધાવનારા મુખ્ય શેરોમાં સામેલ હતા. બજી બાજુ ટાટા સ્ટીલ, એચડીએફસી, મારૂતિ અને બજાજ ફિનસર્વમાં ગિરાવટ આવી હતી.
મંગળવારના સત્રમાં બીએસઈ સેન્સેક્સ ૬૬૨.૬૩ પોઈન્ટ અથવા ૧.૧૬ ટકા વધીને ૫૭,૫૫૨.૩૯ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૨૦૧.૧૫ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકા વધીને ૧૭,૧૩૨.૨૦ પર પહોંચી ગયો હતો. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ મંગળવારે સમગ્રતઃ આધારે ૩૮૮૧.૧૬ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૩ ટકા વધીને ૭૨.૦૮ ડોલર પ્તિ બેરલ પર પહોંચી ગયું હતું.