મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવેલ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., બી.એ.ની વિધાર્થીનીઓ માટે આજે તા. ૦૨-૦૯ને ગુરુવારથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૨ વર્ષથી કોરોનાની મહામારીને કારણે સૌથી વધુ અસર વિધાર્થીના શૈક્ષણિક કાર્ય ઉપર પડી છે. છેલ્લા ૨ વર્ષથી ઓફલાઈન શિક્ષણ બંધ હોવાના કારણે વિધાર્થીઓ હતાશ હતા. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીની અસર ઓછી થતા કોલેજનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આજથી પ્રથમ વર્ષની વિધાર્થીનીઓ માટે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીનીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ વર્ષની વિધાર્થીનીઓને કોલેજ માં પ્રવેશ પહેલા સેનેટરાઈઝ કરાયા હતા અને ત્યારબાદ દરેક વિધાર્થીને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના ગાઈડલાઈન વિષે વિધાર્થીનીઓને માહિતી આપવામાં આવી હતી અને સરકારની ગાઈડ લાઈનના પાલન વચ્ચે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.