શહેરનાં વડવા ચોરા વિસ્તારમાં આવેલ એક સોનીની દુકાનના ગત મોડી રાત્રે તાળા તોડી અજાણ્યા શખ્સો રૂા.૨૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા ચોરા વિસ્તારમાં કામનાથ મહાદેવ મંદિર પાસે જયેશ કુકડીયા નામના વેપારી ગણેશ જ્વેલર્સ નામે સોના-ચાંદીના દાગીના વેચાણની દુકાન ધરાવે છે. જેમાં ગત મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સોએ બંધ દુકાનના શટર તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલ રૂા.૨૦ હજારની કિંમતના સોના-ચાંદીનાની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ અંગે દુકાન ધારક જયેશ સોનીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી હતી.