પાલીતાણાનાં હસ્તગીરી ડુંગરમાં સાંજના સુમારે આગનો બનાવ બનવા પામ્યો છે બનાવની જાણ પાલીતાણા ફાયરને કરાતા તેમની ફાયરની ગાડી રીપેરીંગમાં હોય ભાવનગર ફાયર ટીમને જાણ કરતા તુંરત બનાવ સ્થળે દોડી જઈ વિકરાળ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. પાલીતાણાનાં હસ્તગીરી ડુંગરમાં મોડી સાંજે આગનો બનાવ બનવા પામ્યો છે. જોત-જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મોટી માત્રામાં વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં પાલીતાણા ડે.કલેકટર અને મામલતદાર બનાવ સ્થળે દોડી ગયા હતા અને પાલીતાણા ફાયરની ગાડી રીપેરીંગમાં હોય ભાવનગર ફાયર ટીમ પાલીતાણા ખાતે દોડી ગઈ હતી ૪૦૦ વિઘાની જગ્યામાં લાગેલી આગને લીધે ધુમાડાનાં ગોટે ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. અને મોટી માત્રામાં વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા. પાલીતાણા ફાયરની ગાડી સમયે જ કામ ન લાગતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.