શિક્ષકને આપણી સંસ્કૃતિમાં માતા જેટલો દરજ્જો અપાયો છે
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને ગુરુ માનવામાં આવે છે. શિક્ષકને આપણી સંસ્કૃતિમાં મા સ્તર જેટલો દરજ્જો આપ્યો છે. એટલે કે મા જેટલો દરજ્જો આપવામાં આવે છે.
આપણા જીવન, સમાજ અને દેશ માં શિક્ષકોના યોગદાનને સન્માન આપવા માટે આપણે દર વર્ષે ૫ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. આ શિક્ષક દિવસ મનાવવા પાછળનું એક કારણ છે ૫ સપ્ટેમ્બરના દિવસે ભારત દેશના એક મહાન વિભૂતિ ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન નો જન્મ દિવસ હતો. ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા. ત્યારે લોકોએ તેમને તેમનો જન્મ દિવસ ઉજવવાનું કહેવામાં આવ્યું. તો તેમણે કહ્યું કે ૫ સપ્ટેમ્બર ના રોજ મારો જન્મ દિવસ ઉજવવાને બદલે ભણતર ને મારૂ સમર્પણ સમજીને આ દિવસ ને શિક્ષક દિવસ તરીકે મનાવવો જોઈએ. ત્યારપછી ૫ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.