ભાવનગર-તળાજા હાઈવે પર ધારડી ગામનાં પાટીયા પાસેથી ૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

137

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનથી ટ્રકમાં લવાઈ રહેલ પરપ્રાંતિય શરાબ સાથે ડ્રાઇવર-કલીનરની ધડપકડ કરી
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે ચોક્કસ બાતમી આધારે તળાજા તાલુકાના ધારડી ગામ પાસેથી પરપ્રાંતિય શરાબ ભરેલો ટ્રક ઝડપી બુટલેગરો ના મનસુબા પર ઠંઠુ પાણી ફેરવી દિધું હતું.ભાવનગર એલસીબી ની ટીમે બે દિવસ પૂર્વે સિહોર પાસેથી ટ્રક-ટ્રેલર માં લવાઈ રહેલ પરપ્રાંતિય શરાબનો મસમોટો જથ્થો ઝડપી લીધો હોવાની ઘટના તાજી જ છે ત્યાં ફરી એકવાર તળાજા પાસેથી એજ મોડેસ ઓપરેન્ડી થી જિલ્લામાં ઘૂસાડવા જઈ રહેલ દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છેસમગ્ર બનાવ અંગે એલસીબી ની ટીમ તળાજા પંથકમાં પેટ્રોલિંગ પર હોય એ દરમ્યાન ટીમને બાતમીદારો એ ચોક્કસ બાતમી આપી હતી કે રાજસ્થાન થી એક ટ્રક લિગ્નાઇટ કોલસાની આડમાં વિદેશી શરાબનો જથ્થો તળાજા તાલુકાના કોઈ અજ્ઞાત સ્થળે બુટલેગર ને ડીલેવરી આપવા આવી રહ્યો છે જે હકીકત આધારે ટીમ પુરી તૈયારી સાથે બાતમી વાળા ટ્રકની રાહ માં હોય એ દરમ્યાન તળાજા નજીક ધારડી ગામના પાટીયા પાસે આવેલ હોટલ વંદેમાતરમ ના પાર્કિંગ માં ટ્રક નં- ઇત્ન-૧૯ ય્મ્-૧૬૪૫ જોવા મળતાં ટીમે ટ્રક ચાલક તથા કલીનર ને બોલાવ્યા હતા અને બંને ના નામ સરનામાં સાથે ટ્રકમાં ભરેલ માલ અંગે ની તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રાઈવરે પોતાનું નામ મલેન્દૃસિંગ અમરસિંગ રાઠૌર,ઉ.વ.૩૮ રે.બાડમેર તથા કલીનર તુલસીરામ દલારામ ચૌધરી ઉ.વ.૨૧ રે,બાડમેર વાળા હોવા સાથે ટ્રકમાં બાડમેર ના આર.કે.કોલ ડીપો થી લીગ્નાઈટ કૌલસો ભરી મોરબીના તાજપર ગામે આવેલ શિવમ બ્લેક રોક શોપ નં-ક,૮૯ ખાતે ખાલી કરવાનો હોવાની બિલ્ટી રજૂ કરી હતી જેમાં ટીમે પુછપર કરી હતી કે મોરબી તરફ જવાને બદલે આ રોડપર કેમ આવી ચડ્યાં જે અંગે ડ્રાઇવર-કલીનર સંતોષકારક જવાબ ન આપી શકતાં ટ્રકમાં તપાસતાં કોલસાની આડમાં છુપાવેલ વિવિધ બ્રાન્ડ ની પરપ્રાંતિય શરાબની ૧૨૩૬ બોટલ કિંમત રૂ,૩,૭૦,૮૦૦ મળી આવેલ આ અંગે પુછતાં જણાવ્યું હતું કે બાડમેર જિલ્લા ના હાથીયાથલા ગામનાં કિશોર ચેનારામ કડવાસરા એ આ દારૂનો જથ્થો લોડ કરી તળાજા-મહુવા તાલુકામાં કોઈ બુટલેગર ને ડીલેવરી આપવા મોકલ્યો હોવાનું જણાવ્યું હતું આથી ટીમે દારૂ,મોબાઈલ-કાગળો તથા ટ્રક મળી કુલ રૂ,૧૧,૮૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મુદ્દામાલ જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleજામીન ઉપર મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ઝબ્બે
Next articleસિહોરમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ ૬ થી ૮ ના વર્ગો ફરી શરૂ