કોઈનો ગુસ્સો મારા પર ન ઉતારો : અંકિતા લોખંડે

104

મુંબઈ,તા.૪
એકતા કપૂરની સીરિયલ ’પવિત્ર રિશ્તા’થી એક્ટિંગમાં નામ કમાનારા અને ઘર-ઘરમાં જાણીતા થનારા એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું ગયા વર્ષે ૧૪મી જૂને નિધન થયું હતું. સુશાંતના નિધન બાદ સાત વર્ષ સુધી તેની સાથે રિલેશનશિપમાં રહેનારી અંકિતા લોખંડે અવારનવાર ટ્રોલ થતી રહે છે. હાલમાં અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ અંકિતા લોખંડે સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં ટ્રોલિંગ વિશે પૂછ્યું હતું. ટૂંક સમયમાં ’પવિત્ર રિશ્તા ૨.૦’માં ફરીથી અર્ચનાના પાત્રમાં જોવા મળનારી અંકિતા લોખંડેએ જણાવ્યું હતું કે, ’હું તેમા કંઈ કરી શકું નહીં. કંઈ પણ મારા હાથમાં નથી. લોકો ઈચ્છે ત્યારે મને દેવી બનાવી દે છે, લોકો ઈચ્છે ત્યારે મને નીચે પાડી દે છે. મને નથી લાગતું કે છેલ્લા ચાર વર્ષમાં હું સુશાંતના જીવનમાં ક્યાંય હતી. કોઈ બીજાનો ગુસ્સો મારા પર ઉતારવાનો કોઈ અર્થ નથી. મને લાગે છે કે પ્રક્રિયા દરમિયાન દરેક કોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને આ ઠીક છે. મને ખબર છે કે હું કોના માટે ઉભી રહી હતી અને મને ખબર છે કે કેવું મહેસૂસ થાય છે. મને ખબર છે કે હું ક્યાંથી પસાર થઈ છું તો ઠીક છે. એક્ટ્રેસ બિગ બોસ ૧૫ના ઘરમાં રિયા ચક્રવર્તી સાથે જવાની હોવાની અફવા ઉડી હતી. તેને ફગાવતા અંકિતા લોખંડેએ કહ્યું ’હું તેને સંપૂર્ણ રીતે નકારું છું. હું ક્યારેય તેનો ભાગ નહોતી. મને બિગ બોસ જોવું ગમે છે પરંતુ તેનો ભાગ બની શકું તેવું મને લાગતું નથી. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અંકિતા લોખંડેએ ઘણી ટ્‌વીટ કરી હતી અને દિવંગત એક્ટરના સપોર્ટમાં આવી હતી. સુશાંતના બચાવવામાં આવવાથી અને રિયા ચક્રવર્તી વિરુદ્ધ બોલવાથી તે ઈન્ડસ્ટ્રીના બાકીના લોકો સાથે તારા સંબંધો ખરાબ કરી દીધા, શું તને તેવું લાગે છે તેમ પૂછતાં એક્ટ્રેસે કહ્યું ’હું તે છોકરીને નથી ઓળખતી, તેથી હું શું કહું? હું સુશાંત અને રિયાના રિલેશનશિપ વિશે પણ નહોતી જાણતી. મેં કોઈની સાથે સંબંધ ખરાબ કર્યા નથી કારણ કે મારે કોઈની સાથે સંબંધ છે જ નહીં. મારા સંબંધો જેની સાથે હતા, તેના માટે હું ઉભી રહી. મને કોઈ પસ્તાવો નથી. પ્રોફેેશનલ ફ્રંટની વાત કરીએ તો. અંકિતા લોખંડે શહીર શેખ સાથે ’પવિત્ર રિશ્તા ૨.૦’માં જોવા મળશે. જે ૧૫મી સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

Previous articleસિહોરમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ ૬ થી ૮ ના વર્ગો ફરી શરૂ
Next articleરોનાલ્ડો ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો