શેત્રુંજી ડેમની પાણીની સપાટી ૩૧.૧૦ ફુટ : ઓવરફ્લો થવામાં ૨.૨ ફુટ બાકી

131

ભાવનગર પંથકનાં પીવાના પાણીની જીવાદોરી સમાન સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતાં ડેમમાં પાણીની આવક શરૂ છે. ગઇકાલે વરસાદના કારણે સપાટીમાં ચાર ઇંચનો વધારો થયો હતો. જેથી શેત્રુંજી ડેમની સપાટી હાલમાં ૩૧.૧૦ ફુટને આંબી ગઇ છે અને ડેમમાં ઉપરવાસમાંથી ૨૦૩૦ ક્યૂસેક પાણીની આવક શરૂ હતી. ડેમ ઓવરફ્લો થવાથી ૨.૨ ફુટ દુર છે. તેથી કહી શકાય કે આ વરસાદી સીઝનમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની પુરેપુરી શક્યતા છે. શેત્રુંજી ડેમમાં ગઇ કાલે સપાટી ૩૧.૬ ફૂટ હતો પણ બાદમાં ઉપરવાસના ગુજરડા જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી સતત પાણીની આવક શરૂ રહેતા અને આજે સાંજ સુધી ૨૦૩૦ ક્યૂસેક પાણીની આવક શરૂ હોય ડેમની સપાટી વધીને ૩૧.૧૦ ફૂટને આંબી ગઇ હતી. હજી પાણીની આવક શરૂ હતી. શેત્રુંજી ડેમના ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્ર ગુજરડામાંથી સાંજ સુધી ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક હતી આ ડેમમાં કુલ જીવંત જળ સંગ્રહ ક્ષમતા ૨૯૯.૯૦ સ્ઝ્રસ્ છે. અને તેની સામે ૨૪૯.૨૮ સ્ઝ્રસ્ પાણીના જથ્થાનો સંગ્રહ થઇ ગયો છે.આ ડેમની હેઠવાસના વિસ્તારો પાલિતાણાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરમાં એલર્ટ જાહેર કરાયું છે. નદીમાં પાણી છોડવાની સંભાવના હોય કોઇએ નદીના પટમાં અવરજવર કરવી નહી. પાણી છોડવામાં આવે ત્યારે પાલિતાણાના આ ૫ ગામ અને તળાજાના ૧૨ ગામોમાં અસર થવાની શક્યતા છે. આથી આ ડેમ ૮૩.૬૦ ટકા ભરાતા એલર્ટ ની જાહેરાત ભાવનગર સિંચાઇ યોજના વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Previous article૮ લાખથી ઓછી આવકવાળાને અનામત આપવું જોઈએ : રામદાસ આઠવલે
Next articleભાવનગર જિલ્લા કક્ષાનો ’શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન કાર્યક્રમ યોજાયો