દ્વારકામાં ત્રણ વર્ષની બાળા પર દુષ્કર્મથી ખળભળાટ

767
guj2542018-8.jpg

દેવભૂમિ દ્વારકાના દ્વારકા પાસે આવેલા કૂરનગા ગામે ઘડી ડિટર્જન્ટ (જિઙ્મ) નામ પ્લાન્ટ સથપવા આવી રહ્યો છે, ત્યારે ત્યાં આગળ કમ્પનીની લેબર કોલોની આવેલી છે. આ કોલોનીમાં સોમવારના બપોર પછી એક પરપ્રાંતિય મહિલા પોતાના રૂમની બહાર કપડાં ધોઇ રહી હતી, ત્યારે તેની ત્રણ વર્ષની દીકરીને ઉપાડી ગયેલ હતું.
બાળકીની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન પુત્રી રડતી-રડતી પરત આવી હતી.  માતાએ પુત્રીને પૂછપરછ કરતાં તેની સાથે અઘટિત ઘટના બનેલ હોવાનું અને લોહી નીકળતું હોવાનું જણાતા પોતાની દિકરી સાથે દુષ્કર્મ થયેલું છે તેવું પામી ગયેલ માતા પ્રથમ તૌ અવાચક બની ગયેલાં હતી. માતાએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ ઘટનાની સંવેદના જોતા તપાસનો ધમધમાટ શરૂ કરેલ હત. પરંતુ આ નાજુક દિકરી સાથેની દુષ્કર્મની ઘટનાને મોડે સુધી બહાર આવવા ન દેવા માટે પોલીસ દ્વારા પ્રયાસ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલવા પામ્યુ છે. તેવી જ રીતે મોડી રાત સુધી પોલીસ ચોપડે આ ઘટના અંગેની કોઇ ફરિયાદ પોલીસ કંટ્રોલ દ્વારા આપવામાં આવેલી યાદીમાં પણ આપવામાં આવેલ નથી. આ ઘટનામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને રાત્રે તપાસ અને સારવાર અર્થે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ગાયનેક વૉર્ડમાં ડોક્ટરો દ્વારા તેની શારીરિક ચકાસણી અને બ્લડના સેમ્પલો વગેરે લેવામાં આવેલા છે.  આ ઘટના અંગે વઘુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.

Previous articleઈચ્છા મૃત્યુ અરજીઓનું રજી. એડી. કરાયું
Next articleભટનાગર બંધુઓની ૧૧૨૨ કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડી