શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો છડેચોક ઉપયોગઃતંત્ર દ્વારા યોજાતી ડ્રાઈવ બંધ
ભાવનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો બેફામ રીતે ઉપયોગ થઈ રહ્યો છે પ્લાસ્ટિક ના ઝબલા થી લઈને પાન-માવાના પ્લાસ્ટિક ચા ના કપ સહિત રોજબરોજના વપરાશમાં હલકી ગુણવત્તા ના પ્લાસ્ટિક નો બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ભૂગર્ભ ડ્રેનેજ થી લઈને સમુદ્રના ઊંડા પેટાળ સુધી પ્રકૃતિ-પર્યાવરણ ને પારાવાર હાનિ સાથે માનવ માટે પણ ઘાતક એવાં પ્લાસ્ટિક નો વિવિધ તબ્બકે બહોળો ઉપયોગ થઈ રહ્યો છે લગભગ બે વર્ષ પહેલાં રાજ્ય તથા કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક ના ઉપયોગ માટે ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરી હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક મટીરિયલ્સ ના વેચાણ,ઉત્પાદન તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આ નિયમનો ઉલાળીયો કરી હલકી ગુણવત્તા ના પ્લાસ્ટિક નું ધિકતુ ઉત્પાદન, વેચાણ સાથે વપરાશ પહેલાં કરતાં પણ વધ્યો છે ભાવનગર શહેર માં ચાર-પાંચ માસ અગાઉ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ ટીમ ની રચના કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા શહેરમાં નિયમિત રીતે ડ્રાઈવ યોજી પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ, ઉપયોગ અટકાવી વેચાણ કરતાં લોકો સામે કાયદાની રૂએ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી આ કામગીરી નો વેપારીઓ દ્વારા આરંભથી જ ભારે વિરોધ રહેવા પામ્યો હતો અને તંત્ર પણ “આરંભે શૂરા” ની માફક શરૂ શરૂઆત માં મક્કમ નિર્ધાર સાથે આવકારદાયક કામગીરી કરી રહ્યું હતું પરંતુ સમય પસાર થતાં ની સાથે હવે તંત્ર તથા અધિકારીઓ નું જોશ ઉતરી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને લોકો-વેપારીઓ પુનઃ હલકી ગુણવત્તા ધરાવતાં પ્લાસ્ટિક નો બહોળો ઉપયોગ કરવા લાગ્યા છે આજે મૂળ સમસ્યા ઉપયોગ ની નથી પરંતુ આવાં પ્લાસ્ટિક ના ઉપયોગ બાદ તેના નિકાલની છે જયાં ત્યાં ફેંકી દેવાયાં બાદ આવાં પ્લાસ્ટિક નો જથ્થો સરળતાથી રીસાઈકલ થતો નથી અને લાંબા સમય સુધી એક જ સ્થળે પડ્યાં રહેવાના કારણે જળ,જમીન અને વાયુ પ્રદૂષણ આ પ્લાસ્ટિક ના કારણે સર્જાય છે આવા પ્લાસ્ટિકના મંદ ગતિએ થતાં વિઘટન ના કારણે અનેક ઝેરી કેમિકલ્સ જીવસૃષ્ટિ માટે ઘાતક પુરવાર થઈ રહ્યાં છે ભાવનગર શહેર માં આવા પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો એ એક પ્રથા બની ગઈ છે અને વેપારીઓ પણ પોતાના આર્થિક ફાયદાને ધ્યાને રાખીને આ પ્લાસ્ટિક નો જ ઉપયોગ કરી રહ્યાં છે અને જવાબદાર તંત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ,વેચાણ અને ઉત્પાદન ને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે ભાવનગર માં આવાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું સમૂળગુ ઉત્પાદન જ બંધ થાય એવી માંગ પ્રકૃતિ પ્રેમીઓ કરી રહ્યાં છે.