શિક્ષકો બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને કારકિર્દી ઘડવાનો પાયો નાખે છેઃ સ્મોલ વન્ડર્સના હર્ષા જી.રામૈયા
ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ હંમેશા કહેતા કે હું પ્રથમ શિક્ષક છું. પછી રાષ્ટ્રપતિ આવા મહાન વ્યક્તિના જન્મદિવસની ઉજવણીના દિવસે સારું કામ કરી અને શિક્ષક તરીકે પોતાના સ્થાનને ઉજાગર કરતા શિક્ષકોનું આ દિવસે સન્માન કરવામાં આવે છે.નાનપણમાં જ શિક્ષક બનવાની પ્રેરણા મળીહર્ષાબેન ગીરીશભાઈ રામૈયાએ જણાવ્યું હતું કે, મને શિક્ષક બનવાની પ્રેરણા બાળપણથી મળી હતી. જ્યારે હું ૫ થી ૬ વર્ષની હતી ત્યારે મારા જન્મદિવસ પર મારા પપ્પાએ ગિફ્ટમાં બ્લેક બોર્ડ, ચોકસ, બોક્સ અને ડસ્ટર આપ્યું ત્યારથી મને શિક્ષક બનવાની પ્રેરણા મળી હતી. હું નાનપણમાં મારા મિત્રો સાથે મારા માતા-પિતા સાથે મારા નાના ભાઈ- બહેનો સાથે શિક્ષક બની ભણાવતી હતી.શિક્ષકનો ફાળો કલ્પી ન શકાય તેવો છેછેલ્લા ૨૦ વર્ષથીમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. શિક્ષણ એ ઘડતરનો પાયો છે જે શિક્ષક જ બનાવે છે. ડોક્ટર, એન્જીનીયર, સાયન્ટિસ્ટ, પ્રોફેશન તમે જે પણ નામ લઇ લ્યો આ દુનિયાના કોઈપણ પ્રોફેશન એક શિક્ષક વગર શક્ય જ નથી. એટલે શિક્ષકનો ફાળો કલ્પી ન શકાય તેવો છે, ભાવનગરમાં પ્રિસ્કૂલ એસોસિયેશનની સ્થાપના ૨૦૧૩માં કરી હતી.શિક્ષકો બાળકોનું ઘડતર કરે છેનાના ભુલકાઓમાં સંસ્કારોનું સિંચન કરી તેમના જીવન ઘડતરમાં મહત્વનો ફાળો આપતી શૈક્ષણિક સંસ્થા સ્મોલ વન્ડરના સ્થાપક, ઈસીએ નેશનલ કોર કમિટીના સભ્ય, ભાવનગર પ્રિ સ્કુલ એસો. (્ૈંઈ) ના પ્રમુખ, ૐ૨ એજ્યુ. એસોસીએટના સ્થાપક, પેરેન્ટ સ્ટેશનના સ્થાપક તથા હ્લૈંઇજી્ ઝ્રઇરૂના પેરેન્ટકોચ હર્ષા જી. રામૈયાએ જણાવ્યું કે, ડો.રાધાકૃષ્ણ સર્વપલ્લીનાં જન્મદિન નિમિત્તે સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવાય છે. ત્યારે કહી શકાય કે શિક્ષકો બાળકોનું ઘડતર કરીને રાષ્ટ્રની સેવા કરવાની અત્યંત કઠીન જવાબદારી નિભાવે છે. શિક્ષકો બાળકોમાં સંસ્કૃતિ અને કારકિર્દી ઘડવાનો પાયો નાખે છે.શિક્ષક એ માત્ર નોકરી કરી પગાર મેળવી પોતાનું ઘર ચલાવતો નથીતેઓએ વધુમાં જણાવ્યું કે, બાળકો એક બગીચાનું કુલ છે તેને શિક્ષકો વાસ્તવિક પોષણ આપી ઉછેર કરવાની કામગીરી કરે છે. બાળકોનાં વ્યક્તિત્વને ઘડવામાં પણ શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષક એ માત્ર નોકરી કરી પગાર મેળવી પોતાનું ઘર ચલાવતો નથી પરંતુ તે આકૃતિ જેવી માતા છે જે બીજા બાળકો માટે શાળાને પોતાનું ઘર બનાવે છે. શિક્ષક હોવાનો તેમને ગર્વ હોવો જોઈએ. ભાવનગરના લગભગ તમામ સ્કૂલના ટીચર સતત ટ્રેનિંગ આપી રહ્યા છે, ત્યારથી અમે ઓનલાઈન ખૂબ જ કાર્યરત છીએ. ઘણા બધા ઘણા બધા ઓનલાઈન નિશુલ્ક શિક્ષણ આપી રહ્યા હતા, બાળકોની આવનારી પેઢી ખૂબ જ સશક્ત બને તેવી મારી ઈચ્છા છે.