વડોદરામાં ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. ૨૬૫૪ કરોડના બેંક કૌભાંડ મામલે ઈડીએએ વડોદરામાંથી રૂપિયા ૧ હજાર ૧૨૨ કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. જેને લઈને વડોદરામાં ખળભળાટ મચી ગયો છે.
ઈડીએ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટક્ચરની ૧૧૨૨ કરોડની સંપતિ જપ્ત કરી છે. જેમાં ડાયમંડ પાવરની બિલ્ડીંગ અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ કંપનીના માલિક ભટનાગરનો બંગલો જપ્ત કરવામાં આવ્યો છે. તો ભૂજમાં ૩ વાઈન્ડ મિલ અને સાથી કંપનીની બની રહેલી ૩ માળની હોટલ પણ જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ખોટા દસ્તાવેજોના આધારે ૨૬૫૪ કરોડની લોન ૧૧ બેંકોમાંથી લીધી હતી. જેથી આ સમગ્ર મામલે ઝ્રમ્ૈં અને ઈડ્ઢની ટીમ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઈડીની ટીમને તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો મળ્યા હતા. અને આયકર વિભાગની ટીમે પણ તપાસ દરમિયાન મોંધી કાર જપ્ત કરી હતી. મહત્વનું છે કે ૨૬૫૪ કરોડની લોન લઈને ફરાર થયેલા ભટાનગર બંધુના બંગ્લોઝ, કાર, ફેક્ટરી સહિત અનેક નામી અનામી મિલકોત જપ્ત કરીને ૧૧૨૨ કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે.