હનુમાનજીદાદાને વિવિધ ૧૮૫ જાતની ૪૫૦ કીલો મીઠાઈનો અન્નકુટ ધરાવવામાં આવતા હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ મંદીર ખાતે હનુમાનજીદાદા ને પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દરેક શનિવારે વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજરોજ શ્રાવણ માસના શનિવાર નિમિત્તે હનુમાનજીદાદા ને મીઠાઈ નો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.હનુમાનજીદાદા ને ૧૮૫ જાતની વિવિધ મીઠાઈઓ કુલ ૪૫૦ કીલો મીઠાઈ નો અદભૂદ ભવ્ય અલૌકીક આન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તથા સવારે ૭ કલાકે શણગાર આરતી હનુમાનજી મંદીરના કોઠારીશ્રી પુજ્ય વિવેકસાગરદાસજી સ્વામી દ્રારા કરવામાં આવી હતી તથા બપોરે ૧૧ઃ૧૫ કલાકે મીઠાઈ ના દિવ્ય અન્નકુટ ની આરતી શાસ્ત્રી સ્વામીશ્રી પુજ્ય હરીપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)દ્રારા કરવામાં આવી હતી.અન્નકુટના દર્શન બપોરે ૧૧ઃ૧૫ થી ૪ વાગ્યા સુધી ભક્તો ને થયા હતા.તથા પોડશોપચાર પુજન સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી કરવામાં આવ્યુ હતુ તથા સાંજે ૭ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી.આજે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને અદભૂદ ભવ્ય વિવિધ ૧૮૫ જાતની કુલ ૪૫૦ કીલો મીઠાઈ નો અન્નકુટ ધરાવવામાં આવતા અન્નકુટ ના દિવ્ય દર્શન કરવા હજારો ભક્તો વહેલી સવારથીજ સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે આવી પહોચ્યા હતા.અન્નકુટ ના પ્રત્યક્ષ દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.જ્યારે ઓનલાઈન દર્શન કરી લાખો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.હનુમાનજી મંદીરના પુજારી સ્વામીશ્રી ધર્મકીશોરદાસજી (ડી.કે.સ્વામી)સ્વામી તેમજ મંદીરના સેવકો દ્રારા શણગાર તેમજ અન્નકુટ ઉત્સવ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી…