કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ ધમધમી રહ્યો છે. સોરઠની શાન એવી કેસર કેરીનાં રોજના ૧૨ હજારથી ૧૫ હજાર બોક્સની આવક થાય છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હાલ કેસર કેરીથી ઊભરાઈ રહ્યો છે.
કેસર કેરીની આતુરતાથી રાહ જોતા કેરીના રસિકો માટે સારા સમાચાર છે. જૂનાગઢના ફ્રૂટ્સ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કેરીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. ખેડૂતો વહેલી સવારથી જ પોતાની કેરી વેચવા આવી જાય છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે, પરંતુ બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોને જે નુકસાન જાય છે એમાં સરકારી સહાયની આશા ખેડૂતો લગાવીને બેઠા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હાલ કેસર કેરીથી ઊભરાઈ રહ્યો છે અને હાલ રોજના ૧૨ હજારથી ૧૫ હજાર બોક્સની આવક થઇ રહી છે. અહીં એક બોક્સના રૂ.૪૦૦થી રૂ.૭૦૦ સુધીની હરાજી થઇ રહી છે. સારા ફળના ખૂબ સારા ભાવ આવે છે અને હાલ પૂરા ગુજરાતમાં જૂનાગઢ યાર્ડમાં કેરીની સૌથી વધુ આવક થઈ રહી છે. ફ્રૂટસ માર્કેટિંગ યાર્ડના એક કમિશન એજન્ટે જણાવ્યું છે કે હાલ રોજના ૧૨ હજારથી ૧૫ હજાર બોક્સની આવક છે અને એક બોક્સના રૂ.૪૦૦થી રૂ.૭૦૦એ હરાજી થાય છે. સીઝન લાંબી ચાલશે અને ભાવ પણ સારા રહેશે. પૂરા ગુજરાતમાં અહીં કેરીની ધૂમ આવક થાય છે. બદલાતા વાતાવરણમાં કેરીના પાકને સૌથી વધારે નુકસાન થાય છે ત્યારે કેરીની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે, ત્યારે કેરીની ખેતીથી ખેડૂતો વિમુખ ન થાય એ જરૂરી છે.