નિષ્કલંકનાં દરિયામાં મર્યાદિત લોકોએ પવિત્ર સ્નાન કર્યુ

153

કોરોનાના કારણે કલેકટરનાં જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવાયો : પાંચ ચેકપોષ્ટ સાથે ૨૦૦ જેટલી પોલીસે બંદોબસ્ત જાળવ્યો : માનવમેદનીથી ઘુઘવાતો નિષ્કલંકનો દરિયો આ વખતે પણ સુમસામ જેવો લાગ્યો અસ્થિ વિસર્જન કરવા આવેલા લોકોને પ્રમાણપત્રો ચકાસી જવા દેવાયા : પ્રથમ વખત યુવરાજ જયવિરરાજસિંહજીએ નિષ્કલંકનાં દરિયામાં ધ્વજા ચડાવી પૂજન કર્યુ : દિવ્યેશ સોલંકીની સતત ઉપસ્થિત રહી

ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે મેળો ભરાયા છે. તેમજ અહીં સમુદ્ર સ્નાન અને અસ્થિ પધરાવવા માટેનું અનેરું મહત્વ છે. જોકે, છેલ્લા બે વર્ષથી અહીં કોરોનાના કારણે મેળો ભરાયો નથી, પરંતુ તેમ છતાં આજે સોમવારે હજારોની સંખ્યામા લોકો પિતૃ તર્પણ અને અસ્થિ પધરાવવા માટે આવ્યાં હતા.ભક્તોએ પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવીદર વર્ષે મેળામાં અનેક રાજ્યોમાંથી ૨ થી ૩ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જે આજે હજારોની સંખ્યામાં જ દેખાયા હતા. ભક્તોએ પવિત્ર સ્નાન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. પોલીસે અનેક રસ્તાઓ ઉપર બેરીકેટ લગાવ્યાં હતા.

તેમજ ચેકપોસ્ટ પર લોકોને મરણ દાખલાઓ ચેક કરીને જાવા દેવામાં આવ્યાં હતા. સૌ પ્રથમ ધજા ભાવનગરના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી.નિષ્કલંક મહાદેવના મંદિરને માનવામાં આવે છે સૌથી પ્રચીન મંદિરભાવનગરથી ૩૦ કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામે સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવની શિવલિંગના દર્શન કરવા એક લ્હાવો છે. આ શિવલિંગ ઉપર દિવસમાં બે વખત સમુદ્ર જળ અભિષેક કરે છે. દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં ૧.૫ કિલોમીટર જઈ આ શિવલિંગના દર્શન કરે છે. અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે. જેમાં સૌથી પ્રચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે. સૌ પ્રથમ ધજા ભાવનગરના રાજવી પરિવારે ચડાવીભાવનગરમાં કોળિયાક ખાતે આવેલા મંદિરે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાત અને દેશભરમાંથી લાખો લોકો પવિત્ર સ્નાન માટે આવે છે. અહીં અમાસના આગળના દિવસે રાજવી પરિવાર દ્વારા ધ્વજા પૂજન નિલમબાગ પેલેસ ખાતે કરીને તેમના પ્રતિનિધિઓને આ ધ્વજા સોંપવામાં આવે છે. આ વર્ષે કોરોનાના હજુ ચાલુ હોવાથી મેળો રદ કરવામાં આવ્યો હતો. જોકે, તેમછતાં હજારો લોકો અહીં દર્શન માટે આવ્યાં હતા. આજે સૌ પ્રથમ ધજા ચડાવવા માટે ભાવનગર સ્ટેટેના યુવરાજ જયવીરરાજ સિંહજી ખાસ હાજર રહ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી અને હિરેન સોલંકીએ પણ પૂજા અર્ચના કરી હતી.

કોરોના મહામારી દુર થાય તેવી કરાઈ પ્રાથનાભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્રએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાંથી આપડો દેશ અને રાજ્ય થાય તેવી દાદાને પ્રાર્થના કરી છે. અહિં પોતાના સ્વજનો માટે પિતૃ મોક્ષ અર્થે લોકો આવતા હોય છે. જોકે, કોરોનાને લઈ રાજ્ય સરકાર દ્વારા બે લોકોને જ પરમીશન આપવામાં આવી હતી.ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નિષ્કલંક મહાદેવ મંદિરે લાખો ભાવિકો દરવર્ષે પધારે છે. ઇતિહાસમાં પાંડવો દ્વારા નિષ્કલંક થયા હતા, તેના પગલે વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી દૂર થાય અને ભાવનગરના નાગરિકો સુખી અને સલામત રહે તેવી પ્રાર્થના કરી હતી.પોલીસનો ચૂંસ્ત બંદોબસ્ત ગોઠવાયોભાવનગરના એ.એસ.પી સફિન હસને જણાવ્યું હતું કે, નિષ્કલંક મહાદેવ મંદિરે પિતૃના મોક્ષ અર્થે દરવર્ષે મેળો ભરાતો હોય છે. જેના પગલે બે દિવસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ ૫ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, અને ૨૦૦થી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.

Previous articleજૂના કાયદાઓમાં મોટા ફેરફારની તૈયારીઓ કરાઈ
Next articleશહેરના આખલોલ જકાતનાકા ખાતે આવેલ ભવનાથ મહાદેવ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું