આજે દિવસના ઉકળાટ બાદ બપોરે શહેરમાં વરસાદનું ઝાપટું પડ્યું

129

ખંડવૃષ્ટિ સાથે શરૂ થયેલ વરસાદે કલાકમાં શહેરના નાનાંમોટાં તમામ વિસ્તારો આવરી લીધાં
શ્રાવણમાસના સમાપન સમયે ભાવનગર શહેરમાં મેઘરાજાએ આજે બપોરે હાજરી પૂરાવી હતી ભારે ઝાપટાં થી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. રાજ્યના હવામાન વિભાગે આગામી તા,૧૪ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી હતી સૌરાષ્ટ્ર સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લો અપુરતા વરસાદને લઈને અછત જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશની સર્વોચ્ચ વેધશાળા પૂનાના હવામાન વિભાગના અધિકારીઓ્‌એ જણાવ્યું હતુ કે સપ્ટેમ્બર માસનાં મધ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ નો સામનો કરી રહેલ રાજસ્થાન તથા ગુજરાતમાં વરસાદની ઘટ પુરી થઈ જાય એવી પ્રબળ શકયતા રહેલી છે અને સપ્ટેમ્બરમાં ભરપૂર વરસાદ પડવાની ઘોષણા કરી હતી પરંતુ રાજ્યના સૌરાષ્ટ્ર સાથે ભાવનગર જિલ્લામાં સારા વરસાદના અણસાર નથી જણાઈ રહ્યાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો પણ ઉચકાઈને ૩૪ ડીગ્રીને પાર પહોંચ્યો છે સોમવારે સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરે શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે ખંડવૃષ્ટિથી વરસાદનું આગમન થયું હતું અને એક દોઢ કલાકમાં શહેરના લગભગ તમામ વિસ્તારોને આવરી લીધાં હતાં જોકે એરીયા વાઈઝ ઝાપટાંનું પ્રમાણ વત્તા ઓછાં પ્રમાણમાં જણાયું હતું બપોરે શરૂ થયેલ વરસાદને પગલે વરસાદથી બચવા લોકોએ અહીં તહીં દોડાદોડી કરી હતી જોકે આ ઝાપટાંને પગલે વાતાવરણમાં ઠંડકને બદલે બફારામા વધારો થયો હતો અને પવનની ઝડપ પણ ઘટી જવા પામી હતી.

Previous articleપાલિતાણાના રાજસ્થળી ગામે નિદ્રાધીન યુવાનની હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર
Next articleઅગિયાળી ગામે ૭૨ હજાર વૃક્ષ વાવેતરના સંકલ્પ સાથે વૃક્ષારોપણ-જતન કાર્યક્રમ યોજાયો