અગિયાળી ગામે ૭૨ હજાર વૃક્ષ વાવેતરના સંકલ્પ સાથે વૃક્ષારોપણ-જતન કાર્યક્રમ યોજાયો

117

સિહોર તાલુકાના અગિયાળી ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની જન્મ જયંતિ અવસરે ગ્રામજનો દ્વારા ગામની ધરાને લીલીછમ બનાવવાના શુભાશુભ આશય સાથે ૭૨ હજાર વૃક્ષો નું વાવેતર સાથે જતન ના ઉમદા સંકલ્પ સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.સૌરાષ્ટ્ર પંથકમાં તથા ભાવનગર શહેર-જિલ્લામાં અવારનવાર આવતી કુદરતી આપદાઓ અને “કોરોના” મહામારી જેવી વૈશ્વિક આપત્તિ ઓએ માનવ જાતને પ્રકૃતિ નું માનવ જીવનમાં મહત્વ સાથે કોરોનાની બીજી લહેરમા મહામૂલા પ્રાણવાયુ ની મહત્તા સાનમાં સમજાવી દિધી હતી ત્યારે આ અંગે થોડા ઘણાં અંશે લોકો માં પણ વૃક્ષો-પર્યાવરણ ને લઈને જાગૃતિ આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં સ્વામી અજેન્દ્રપ્રસાદજી ની ૭૨મી જન્મજયંતિ અન્વયે સ્વામિનારાયણ સત્સંગ મંડળ યુવક મંડળ અગિયાળી દ્વારા ૭૨,૦૦૦/- વૃક્ષો નું વાવેતર કરી તેનું સંરક્ષણ કરવાનો સંકલ્પ કરી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સત્સંગી ઓ સાથે જાગૃત ગ્રામજનો અને નવયુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous articleઆજે દિવસના ઉકળાટ બાદ બપોરે શહેરમાં વરસાદનું ઝાપટું પડ્યું
Next articleપરવડી ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલીસીબી