પરવડી ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી એલીસીબી

155

એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાધાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા તથા પો.કો. બીજલભાઇ કરમટીયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, કરશનભાઇ પુનાભાઇ મકવાણા રહે-પરવડી તા-ગારીયાધાર જી.ભાવનગર વાળાના ઘરની સામે જાહેરમા ખુલ્લી પડતર જગ્યામા અમુક ઇસમો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે. જે જગ્યાએ રેઇડ કરતાં વલ્લભભાઇ પુનાભાઇ મકવાણા ઉ.વ.૫૬, ધીરૂભાઇ પુનાભાઇ મકવાણા ઉ.વ.૫૧, નરશીભાઇ સાદુળભાઇ મકવાણા ઉ.વ.૪૮, અમીતભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.૩૦, હકુભાઇ જેરામભાઇ ખાવડીયા ઉ.વ.૪૬ , વશરામભાઇ મેહુરભાઇ નાવડીયા ઉ.વ.૩૬, ભગીરથસિંહ જસુભા ગોહીલ ઉ.વ. ૨૭ સહિત જુગાર રમતા સાત શખ્સોને રોકડ રૂપીયા ૨૩,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ. આ તમામ ઇસમો વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleઅગિયાળી ગામે ૭૨ હજાર વૃક્ષ વાવેતરના સંકલ્પ સાથે વૃક્ષારોપણ-જતન કાર્યક્રમ યોજાયો
Next articleઉમરાળા ગામે ખાબડી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનુ ભુમિ પુજન કરાયું