૫ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં ૫ સપ્ટેમ્બરને ’શિક્ષક દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. મનોવિજ્ઞાન ભવનમાં પણ સ્વયં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં અલગ અલગ વિદ્યાર્થીઓએ અલગ અલગ શિક્ષકના રોલ ભજવ્યા હતા. આજના શિક્ષકની ભૂમિકા ખૂબ બદલાઈ છે.શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હશે તો જ પ્રવર્તમાન સમયમાં શિક્ષક વિદ્યાર્થીઓ સાથે તાલમેલ મેળવી શકશે સાથે શિક્ષકે માત્ર ભાષણ સ્વરૂપે માહિતી જ આપવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી શિક્ષકની છે ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના ગાઈડ, મિત્ર અને ફિલોસોફર તરીકેની ભૂમિકા અદા કરવી પડે છે.દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષકે કાઉન્સેલર તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી સલાહકાર તરીકે શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું આજના સમયમાં ખૂબ અઘરું છે ત્યારે મનોવિજ્ઞાન ભવનમાં આ બધા પ્રકારનું વાતાવરણ અધ્યાપકો દ્વારા પૂરું પાડવામાં આવે છે જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર લાવી શકાય છે. ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થીની જે ભણવામાં ખૂબ હોશિયાર છત્તા કેટલાક કારણોને લીધે તેનો શૈક્ષણિક વિકાસ અટકી ગયો ત્યારે એક સામાન્ય અધ્યાપક તેને ઠપકો આપે, ગુસ્સો કરે, અને બધા વચ્ચે ઉતારી પાડે પરંતુ અહીં તે વિદ્યાર્થીને જાહેરમાં બધા સામે નિષેધક પુનર્બળ આપી તેને બિરદાવવામાં આવે ત્યારે તે વિદ્યાર્થી આજીવન આવી ભૂલ ન થાય અને સુધરવાની તક આપી માટે તે એક સારા દેશના નાગરિક બની શકે.મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણની ભૂમિકા હિરાવંતીએ, અધ્યાપક ડો.ધારા આર.દોશીની ભૂમિકા અમી પુરોહિત અને પટેલ ગાયત્રીએ, અધ્યાપક ડો.ડિમ્પલ રામાણીની ભૂમિકા ડાંગર ઊર્મિલાએ, ડો.હસમુખ ચાવડાની ભૂમિકા લોઢિયા શીતલે, મુલાકાતી અધ્યાપકની ભૂમિકા હિરપરા ધારાએ, ક્લાર્કની ભૂમિકા ભટ્ટ કર્તવી, સ્વીપરની ભૂમિકા હિરપરા બંસી અને નારીયા ધરતીએ, લેબ ટેક્નિશિયનની ભૂમિકા દસાડીયા રીંકલે અને લાયબ્રેરીયનની ભૂમિકા ધામેલીયા અર્પિતાએ ભજવી શાળામાં ઉજવાતા શિક્ષક દિવસને યાદ કરી ભવન સંભાળ્યું હતું.આ દિવસે જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેઓએ ચાલુ દિવસના ટાઈમટેબલ અનુસાર જે વિષયના લેક્ચર હતા તે અનુસાર લેક્ચર લીધા હતા. સમય ૧૨ઃ૦૦ વાગ્યાથી શરુ કરી સાંજના ૬ઃ૦૦ વાગ્યાં સુધી દરેક અધ્યાપકે ભવન સાંભળ્યું હતું.આજના દિવસે શિક્ષકની ભૂમિકા ભજવતા વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી અનુભવી અને શિક્ષકનું કતૃત્વ એ કોઈ સહેલી બાબત નથી એ અનુભવ્યું.તેમજ સફળ નેતૃત્વ કેળવવું મુશ્કેલ ઘણું અઘરું છે. અમીઃ અધ્યાપક તરીકે રહેવું આજ અભિમાન થાય છે. ભગવાન કરે આજનો એક દિવસ જે શિક્ષક બન્યા એવું ભગવાન કરે કાયમી થઈ શકીએ. એક અધ્યાપક બન્યા બાદ કેટલું નવું નવું જાણવું પડે અને સમય સાથે ઉપડેટ થતું રહેવું પડે.