સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ ભવનમાં શિક્ષક દિવસની ઉજવણી

118

સૌરાષ્ટ્ર યુનિ.ના ઇતિહાસ ભવનમાં તા. ૬/૯ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભવન માં અભ્યાસ કરતા સેમેસ્ટર ત્રણના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો. ઇતિહાસ ભવન વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લઈ આવવા માટે અનેકવિધ પ્રકારની પ્રવૃતિઓ કરે છે જેમાં વૃક્ષારોપણ હોય, દિન વિશેષ, વિવિધ સ્પર્ધાઓ, વગેરેનો સમાવેશ કરી શકાય. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે ઇતિહાસ ભવન દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.
શિક્ષક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ભવન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે.

Previous articleસૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના મનોવિજ્ઞાન ભવનમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ
Next articleઅભિનેતા રિતેશ દેશમુખે નવાં અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું