રાજુલા-જાફરાબાદ ૯૮ વિધાનસભાના ભાજપના ભાવી ઉમેદવારને નક્કી કરવા નિરીક્ષકો દ્વારા રાખવામાં આવેલ. અમરેલી જિલ્લા ખાતે ભાજપ સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ચીમનભાઈ સાપરીયા, રમેશભાઈ રૂપાપરા દ્વારા રાખેલ અતિ અગત્યની ૯૮ વિધાનસભાના રાજુલા ભાજપ આગેવાનોએ હાલના ધારાસભ્ય અને સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી જ સક્ષમ છે તેમ જણાવેલ.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, અરજણભાઈ લાખણોત્રા, પુનાભાઈ ભીલ, ભોળા આતા માંડળ, નાજભાઈ પીંજર, અરજણભાઈ વાઘ, વલ્કુભાઈ બોસ, કાઠી ક્ષત્રિય આગેવાન જગુભાઈ ધાખડા, બારોટ સમાજ અગ્રણી અને ભાજપ વિસ્તારક કિશોરભાઈ રેણુકા સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.