ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરATVM સુવિધાની શરૂઆત

131

વ્યસ્ત સ્ટેશનો પર અનારક્ષિત ટિકિટ (જનરલ ટિકટ) લેતા મુસાફરોને વધારાની વૈકલ્પિક સુવિધા પૂરી પાડવા માટે, પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ દ્વારા ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM )ની સુવિધા ના શુભારંભ કરવામાં આવેલ છે. અનરિઝર્વ્‌ડ ટિકિટ લઈને રેલવે દ્વારા દરરોજ યાત્રા કરનારા યાત્રિયો બુકિંગ વિન્ડો પર થી સ્માર્ટ કાર્ડ ઇશ્યૂ કરાવીને સ્માર્ટ કાર્ડ ના માધ્યમ થી એટીવીએમ દ્વારા અનારક્ષિત પ્રિન્ટેડ ટિકિટ મેળવી શકે છે. પ્રથમ વખત, આ કાર્ડ રૂ .૧૦૦/-માં બુકિંગ વિન્ડો થી મેળવી શકાશે, જેમાં રૂ. ૫૦/- ની ડિપોઝિટ અને રૂ. ૫૧/-બેલેન્સ મળે છે. બાદમાં આ સ્માર્ટ કાર્ડ બુકિંગ વિન્ડોમાંથી ઉપયોગિતા મુજબ ઇચ્છિત રકમ સાથે રિચાર્જ કરી શકાય છે. આ સુવિધા ટૂંક સમયમાં મંડલના અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનો બોટાદ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, કેશોદ અને ગોંડલ પર શરૂ કરવામાં આવશે. યાત્રિયોને વિનંતી કરવામાં આવે છે કે બુકિંગ કાઉન્ટરો પર વધુ ભીડ થી બચવા માટે આ સુવિધાનો મહત્તમ લાભ લે.

Previous articleભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની શહેરમાં આસ્થાભેર ઉજવણી
Next articleશહેરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવના આયોજનની તડામાર તૈયારી