આગામી તા.૧૦ના રોજ ગણેશ ચતુર્થીથી વિઘ્નહર્તા દેવ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ભાવનગરમાં આ વખતે અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવના આયોજનો થઈ રહ્યા છે જેમાં ક્રેસેન્ટ સર્કલ, પાનવાડી ચોક, વડવા પાદરદૈવકી, ચાવડીગેટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજકો દ્વારા આ વખતે ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનો કરવામાં આવનાર છે
જેની તડા માર તૈયારીઓ ચાલી રહી છે. તમામ આયોજકો દ્વારા આકર્ષક મંડપ લાઈટ ડેકોરેશન સહિત સુશોભન કરવામાં આવી રહ્યા છે. આયોજન દરમિયાન સરકારની કોરોનાની ગાઈડવલાઈનનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવશે. એવું આયોજકોએ જણાવ્યું છે.