ધંધુકા-બગોદરા રોડ પર બસ પલ્ટી ખાતા ૩૫ મુસાફરોને ઈજા

125

આજે મંગળવારે વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં ૩૫થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ૩ નાનાં બાળક સહિત ૧૧ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી. ધંધૂકા-બગોદરા રોડ પર આજે મંગળવારે વહેલી સવારે ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતની ઘટનામાં ૩૫થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, જેમાં ૧૧ ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી એ દરમિયાન એને અકસ્માત નડ્યો હતો. ૪ની હાલત નાજુક જણાતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. ધંધૂકાના ખડોળ પાટિયા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. એમાં ૩ નાનાં બાળક સહિત ૧૧ લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતાં ધંધૂકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુરની મળી ૬ જેટલી ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી હતીતમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ધંધૂકા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ૪ની હાલત નાજુક જણાતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડાયા હતા. વહેલી સવારે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleશહેરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવના આયોજનની તડામાર તૈયારી
Next articleશહેરમાં ફાયરસેફ્ટી વિહોણી વધુ ૪ હોસ્પિટલોને નોટિસ ફટકારતુ ફાયરબ્રિગેડ