બજરંગદાસ બાપા આરોગ્યધામમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૮૫૦ દર્દીઓએ લાભ લીધો

112

બજરંગદાસ બાપા આરોગ્યધામના સ્થાપક ટ્રસ્ટી મુળરાજસિંહ મેરામણસિંહ ગોહિલ (બટુકભાઇ)ની પૂણ્યતિથિ નિમિત્તે બજરંગદાસબાપા આરોગ્યધામ, ભાવનગર દ્વારા આજ રોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સીનીયર સીટીઝનો માટે તપાસ , લેબોરેટરી, અને 20 ECO , સગર્ભા બહેનોને ડીલીવરી વગેરે સેવાઓ વિનામુલ્ય આપવામાં આવી જેનો શહેર તથા જીલ્લાના ૮૫૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધેલ આ સમગ્ર કેમ્પ દરમ્યાન સંસ્થાના ટ્રસ્ટી, રણજીતસિંહ ગોહિલ, મેડીકલ ડાયરેક્ટર, ડૉ.દીપક મુન્સી સાહેબે વ્યક્તિગત રસ લઈને દરેક દર્દીને પુરતી સારવાર માટે જહેમત ઉઠાવેલ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે દરેક સ્ટાફ મેમ્બરે સહયોગ આપેલ.

Previous articleશહેરમાં ફાયરસેફ્ટી વિહોણી વધુ ૪ હોસ્પિટલોને નોટિસ ફટકારતુ ફાયરબ્રિગેડ
Next articleઉમરાળા તાલુકાના જાળિયા ગામે શિવકુંજ આશ્રમ દ્વારા કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું