મુંબઈ, તા.૦૭
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પણ કહ્યું કે બુમરાહના સ્પેલથી મેચમાં નવો વળાંક આવ્યો. ભારતની બીજી ઇનિંગમાં ૧૨૭ રન બનાવવા બદલ રોહિત શર્માને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. વિદેશમાં રમાયેલી ટેસ્ટમાં રોહિતની આ પ્રથમ સદી છે. રોહિત શર્માએ કહ્યું, ‘હું ગ્રાઉન્ડ પર રમવા માંગતો હતો. આ સદી ફટકારવી ખાસ હતી. અમે બીજા દાવમાં મોટા સ્કોરના મહત્વથી વાકેફ હતા. વિદેશી પીચ પર આ મારી પ્રથમ સદી છે. ત્રણ અંકોનો આંકડો (સદી) મારા મગજમાં હતો જ નહીં. આગેવાની લીધા બાદ અમારો પ્રયાસ વિરોધી ટીમ પર દબાણ લાવવાનું હતું.ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૯૯ રનની લીડ હોવા છતાં મેચમાં શાનદાર પ્રદર્શન કરીને વાપસી કરીને ૧૫૭ રનથી જીત હાંસલ કરતા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ‘મેં કેપ્ટન તરીકે જે પણ જોયું છે તેમાં ભારતીય ટીમના ટોચના ત્રણ બોલિંગ પ્રદર્શનમાંથી આ એક છે. અમને એક ટીમ તરીકે વિશ્વાસ હતો કે અમે બધા ૧૦ વિકેટ મેળવી શકીએ છીએ. મને લાગે છે કે બંને મેચ (લોર્ડ્સ અને ધ ઓવલ) માં શ્રેષ્ઠ વસ્તુ ટીમની ભાવના દર્શાવે છે. અમે ક્યારેય મેચ બચાવવા (ડ્રો) કરવાની માનસિકતા સાથે રમતા નથી. અમે જીતવા માટે રમીએ છીએ અને ટીમે જે જુસ્સો બતાવ્યો છે તેની પર ખરેખર ગર્વ છે. બુમરાહે મેચમાં પ્રભાવશાળી બોલિંગ કરી હતી, દિવસના બીજા સત્રમાં ઓલી પોપ (૨) અને જોની બેયરસ્ટોને (૦) માં બોલ્ડ કર્યા હતા. કોહલીએ કહ્યું કે બુમરાહ પોતે તે સમયે બોલિંગ કરવા માંગતો હતો. તેણે કહ્યું, ‘જ્યારે બોલ રિવર્સ સ્વિંગ કરવા લાગ્યો, ત્યારે બુમરાહે કહ્યું કે મને બોલિંગ કરવા દો અને તેની બોલિંગને લીધે બે મોટી વિકેટ સાથે મેચ અમારી તરફ વળી. કોહલીએ સ્વીકાર્યું કે શાર્દુલ ઠાકુરનું ઓલરાઉન્ડ પ્રદર્શન ટીમની જીતમાં ખૂબ મહત્વનું હતું. તેણે કહ્યું, શાર્દુલે આ રમતમાં શું કર્યું તે સામે જ છે. તેની બે અર્ધશતક સાથે અમે વિરોધી ટીમને હરાવવામાં સફળ રહ્યા. .