સિવિલમાં રેડીયોલોજી વિભાગમાં પાંચ-છ મહિના પહેલા બે એક્સ રે મશીન કાર્યરત કરવામાં આવ્યાં હતાં. પંરતુ એક એક્સ રે મશીનમાં પ્રિન્ટ ઝાંખી આવતી હોવાથી વ્યાપક ફરીયાદોના પગલે છેલ્લા કેટલાક દિવસથી મશીન બંધ કરી દેવામાં આવ્યું છે.
હવે એક જ એક્સ-રે મશીન પર તમામ લોડ આવી જવા પામ્યો છે. જેના પગલે દર્દીઓને એક્સ-રે પડાવવા માટે હાલની સ્થિતિએ લાઇનમાં લાંબો સમય સુધી બેસવું પડી રહ્યું છે. એક્સ-રે મશીનમાં ઝાંખી પ્રિન્ટ નીકળવા મામલે વ્યાપક ફરીયાદો ઉઠી હતી. ફરિયાદોના પગલે મશીનને બંધ તો કરી દેવાયું પણ હવે તેને રિપેર કરાવવાનું નામઔલેવાતું નથી.
પાટનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી એક જ એકસ રે મશીન કાર્યરત છે આથી ફરી દર્દીઓને લાઈનમાં ક્લાકો સુધી બેસવાનો વારો આવ્યો છે. આ સ્થિતી અગાઉ હતી પરંતુ છેલ્લા છ મહિના પહેલા પણ દર્દીઓની આવી હાલત હતી. લાઈનમાં બેસી રહ્યા પછી પણ સાંજ પડી જતાં દર્દીઓને બીજા દિવસે ધક્કો ખાવો પડતો હતો.
દર્દીઓને ભારે હાલાકી ભોગવવી ન પડે એ માટે સિવિલ તંત્ર દ્વારા નવા રેડીયોલોજી વિભાગમાં બે ડિઝીટલ એક્સ રે મશીન કાર્યરત કરવામાં આવ્યાં હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એક એક્સ રે મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની વાત સામે આવી છે. એક્સ-રેની પ્રિન્ટ ઝાંખી આવતી હોવાની ફરીયાદો ઉઠતાં પામતાં તંત્રએ એક્સ મશીન બંધ કરી દીધુ છે.
જેના કારણે અત્યારની સ્થિતિએ રેડીયોલોજી વિભાગમાં માત્ર એક જ એક્સ રે મશીન કાર્યરત છે જેના કારણે એક્સ-રે પડાવવા માટે ફરીથી દર્દીઓની લાંબી લાઇનો લાગવા લાગી છે. એક સપ્તાહ ઉપરાંતથી આ સ્થિતીનું સર્જન થયું છે. બંધ મશીનને રિપેર કરાવવા માટે તંત્રના પેટનું પાણી હલતું નથી. મશીનને ઝડપથી પુનઃ કાર્યરત કરવા માટે દર્દીઓ ખુદ સિવીલ મેનેજમેન્ટને કરગરી રહ્યા છે પણ તંત્રને તેની કોઈ પરવા નથી.