પાલિતાણામા સ્કૂટર પર સવાર માતા,પુત્ર,પુત્રી પુરના પ્રવાહમાં તણાયા માતાનો બચાવ : સંતાનોના મોત

120

પુત્ર-પુત્રી સાથે શિક્ષિકા પોતાની ફરજ સ્થળે જઈ રહી હતી તે વેળા સર્જાઈ દુર્ઘટના
ભાવનગર જિલ્લા ના પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે રહેતી એક શિક્ષિકા પોતાના પુત્ર-પૂત્રી ને લઈને સ્કૂટર પર ફરજ સ્થળે જઈ રહી હતી એ દરમ્યાન એક કોઝવે પર પુરના પ્રવાહ મા સ્કૂટર સાથે તણાઈ જતાં મહિલાનો બચાવ થયો હતો જયારે પુત્ર-પૂત્રીની લાશ મળી હતી. આ હ્‌દય દ્રાવક ઘટના અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર
પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે રહેતી મિના રાજુ જેઠવા પતિ ૪ પુત્રી તથા એક પૂત્ર સાથે રહે છે અને આ મહિલાનો પતિ મજૂરીકામ કરે છે જયારે મિનાબેન પાલીતાણા- સોનગઢ રોડપર આવેલ સતુઆબાબા સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે આ મહિલા નિત્યક્રમ મુજબ આજે સવારે તેનાં ઘરેથી સ્કૂટર લઈને ૧૦ વર્ષીય પુત્ર વૃષભ ઉર્ફે વિરાટ તથા ૧૮ વર્ષિય પુત્રી જાનકી ને લઈને સ્કૂલે જવા રવાના થઈ હતી જેમાં રાજસ્થળી ગામ નજીક એક કોઝવે પરથી પુરનુ પાણી પસાર થઈ રહ્યું હોય છતાં મહિલાએ બંને સંતાનો સાથે આ કોઝવે પસાર કરવાનું

જોખમી સાહસ કરતાં મહિલા સ્કૂટર-બાળકો સાથે વહેણમાં ફસાઈ તણાઈ જતાં રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા જેમાં પાલિતાણા ફાયરબ્રિગેડના સ્ટાફે મહિલા ને સુરક્ષિત ઉગારી હતી પરંતુ પુત્ર-પુત્રી પાણીમાં તણાઈ ગયાં હતાં જેની ભારે શોધખોળ બાદ લાશ મળી આવતાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું આ અંગે પાલિતાણા રૂરલ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleગુજરાતમાં ઈ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે
Next articleમહાનગર પાલિકાએ સ્ટ્રીટ સ્વિપર મશીન વસાવ્યું : ડેમોસ્ટ્રેશન કરાયું