મહાનગર પાલિકાએ સ્ટ્રીટ સ્વિપર મશીન વસાવ્યું : ડેમોસ્ટ્રેશન કરાયું

134

ભાવનગર શહેર સ્વચ્છતામાં અગ્રમી હરોળમાં રહે તેવા હેતુથી ભાવનગર મહાનગરપાલિકાએ રૂ.૧.૮૩ કરોડના ખર્ચે વસાવેલું સ્ટ્રીટ સ્વીપર મશીન મિકેનીકલ બેલ્ટ કન્વેયરવાળું છે જે ટેકનોલોજીવાળું મશીન સમગ્ર રાજ્યમાં સર્વ પ્રથમ ભાવનગરમાં આવ્યું છે. મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં ગતરાત્રે શાકમાર્કેટમાં તેનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. જેમાં તંત્રવાહકો અને પદાધિકારીઓને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવે છે પરંતુ સાથોસાથ લોકોએ પણ જાગૃતિ રાખવી જોઇએ અને સ્વચ્છતા રાખવી જોઇએ. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા પ્રકારે જાગૃતિ અભિયાન હાથ ધર્યા છે. સ્વચ્છતામાં સ્ટાર રેટિંગ માટે કોર્પોરેશને મિકેનાઈઝ સ્વીપીંગ તરફ ચોક્કસપણે આગળ વધવું પડશે. પરંતુ દીઘર્દ્રષ્ટિ સાથે પૂર્ણ પણે જાણકારી મેળવ્યા બાદ સ્વચ્છતાની મશીનરી પાછળ ખર્ચ કરશે તો જ યથાર્થ ઠરશે. હવે રૂ.૧.૮૩ કરોડનું એક એવા બે સ્ટ્રીટ સ્વીપર મશીન ખરીદાયા છે. જેનું ગઈકાલે રાત્રે શાક માર્કેટમાં ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું.સ્ટેન્ડીંગ ચેરમેન ધીરૂભાઈ ધામેલિયા, આરોગ્ય ચેરમેન રાજેશ પંડયા અને કમિશનર એમ.એ. ગાંધી સહિતના રૂબરૂ સ્થળ પર જઇ નિરિક્ષણ કરતાં મોટો કચરો પણ ખેંચી લઈ ટ્રેક્ટરમાં ઠલવાતા તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. મીકેનિઝમવાળા સ્વીપર મશીનથી ઓછા સમયમાં વધુ સફાઈ થવાની શકયતા છે.
મશીન ડિવાઈડરવાળા રસ્તામાં ૮ કલાકમાં ૫ કિલોમીટર અને ડિવાઈડર વગરના ૧૦ કિલોમીટર સફાઈ કરી શકે. સ્વીપર મશીનની પ્રાથમિકતા ગામતળ વિસ્તારમાં થશે. તદુપરાંત વાઘાવાડી રોડ, ઘોઘાસર્કલ, સરદારનગર સહિતના વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે.

Previous articleપાલિતાણામા સ્કૂટર પર સવાર માતા,પુત્ર,પુત્રી પુરના પ્રવાહમાં તણાયા માતાનો બચાવ : સંતાનોના મોત
Next articleમોડીરાત્રે ભાવનગર શહેરમાં મેઘરાજાની બઘડાટી : શહેરમાં અઢ્ઢી ઈંચ વરસાદ