મુંબઈ તા.૦૮
એક દિવસ ધવન અને હરભજન સાથે બેઠા હતા અને આ દરમિયાન ધવને હરભજનના એકાઉન્ટ પર આયેશાની તસવીર જોઈ, ત્યારબાદ તેણે આયેશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બંને મિત્રો બન્યા અને પછી વાતોની હારમાળા શરૂ થયા બાદ તેઓએ એકબીજાનું દિલ આપ્યું. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ભારતીય ઓપનર ધવને આયેશાને પ્રપોઝ કર્યું. કહેવાય છે કે શરૂઆતમાં ધવનનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. તેની પાછળનું કારણ એ હતું કે આયેશા ઉંમરમાં ખૂબ જ મોટી હતી, છૂટાછેડા લીધા હતા અને બે બાળકોની માતા હતી. જોકે, ધવને આ સંબંધ માટે પોતાના પરિવારને મનાવ્યો અને પછી બંનેએ ૨૦૧૨ માં લગ્ન કરી લીધા. આયેશાની સાથે ધવને પણ તેની બે પુત્રીઓ રિયા અને આલિયાને પોતાનું નામ આપ્યું હતું. તેણે ઘણીવાર તેની બે પુત્રીઓ સાથે શક્ય તેટલો સમય પસાર કરવાનો પ્રયાસ કર્યો.ભારતીય ઓપનર શિખર ધવન અને આયેશા મુખર્જીના છૂટાછેડાના સમાચારે હલચલ મચાવી દીધી છે. સમાચાર અનુસાર આ કપલ લગભગ ૯ વર્ષ પછી અલગ થઈ ગયું છે. જોકે છૂટાછેડાના સમાચાર પર ધવનની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ આયેશા મુખર્જીના નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવામાં આવેલી પોસ્ટ ઘણું બધું કહી ગઈ. ફેસબુક દ્વારા શરૂ થયેલી લવ સ્ટોરીના અંતના સમાચાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પ્રાપ્ત થશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ૨૦૧૨ માં આ દંપતીએ એકબીજાનો હાથ પકડ્યો અને ૨૦૧૪ માં પુત્ર ઝોરાવરનો જન્મ થયો. ફેસબુક પર એક પંજાબી છોકરાએ બંગાળી છોકરીને જોતા જ પોતાનું દિલ આપી બેઠો. આ પછી, ધવને કોઈ વાતની પરવા ન કરી અને આયેશાને તેના કરતા ૧૦ વર્ષ મોટી અને બે બાળકોની માતાને પોતાની જીવનસાથી બનાવી. વાસ્તવમાં આયેશાનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેના પિતા બંગાળી છે અને માતા બ્રિટીશ છે. ધવન સાથે આયેશાના બીજા લગ્ન હતા. બંને ફેસબુક દ્વારા મળ્યા હતા.